આવનારા દિવસોમાં પણ ઉતરી અમેરિકામાં બર્ફીલુ વાવાઝોડુ બરફની ચાદર બિછાવી શકે છે: અમેરિકી હવામાન વિભાગની આગાહી
ઉતરી અમેરિકા બર્ફીલા તોફાનની ઝપટમાં આવી ગયું છે. અહીં ચારેબાજુ પાવડર જેવો બરફ ઉડી રહ્યો છે, જેથી ખુલ્લામાં રહેલી દરેક ચીજો પર બરફના મોટા પડ જામી ગયા છે. જેની અસર આવન-જાવન પર પડી છે. બુધવારે દોઢ હજારથી વધુ ઉડાના આ કારણે રદ થઈ હતી.
- Advertisement -
સૌથી વધુ અસર ડેનવર, સોલ્ટ લેક સીટી અને મિનિપોલીસ સેન્ટ પોલમાં જોવા મળી છે, જયાં એરપોર્ટ પર પેસેન્જર્સની ભારે ભીડ જોવા મળી હતી. રસ્તાઓ પર પણ પરેશાની ઓછી નહોતી. ત્યોમિંગના મેઈન હાઈવે પર સફર ન કરવા ચેતવણી આપવામાં આવી છે. ડકોટા, મિનિસોટા અને પિસ્કોન્સીનમાં સ્કુલ અને વેપાર પણ બંધ કરી દેવાયા છે.
શું છે હવામાનની આગાહી
અમેરિકા હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બર્ફીલુ તોફાન ઉતરી અમેરિકાના રાજયોમાં બે ફુટ સુધીની બરફની ચાદર બીછાવી શકે છે. આ ચેતવણી લોસ એન્જલસ જેવા એ વિસ્તારોમાં પણ અપાઈ છે. જયાં મોટેભાગે સૂર્ય પ્રકાશ હોય છે. હવામાન વિભાગને આશંકા છે કે આ બર્ફીલા તોફાનના બે દોર આવશે. જે આવન-જાવનને મુશ્કેલ બનાવી શકે છે.
આ દરમિયાન 55થી70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. આથી અનેક જગ્યાએ તાપમાન માઈનસ 50 સુધી થઈ શકે છે. બર્ફીલા તોફાનથી લગભગ 2.80 લાખ ઘરોમાં વીજળી ઠપ્પ છે. વીજળી સપ્લાયની લાઈનો પર બરફ જામી ગયો છે.
- Advertisement -
ભારે હવા તેને નુકસાન પહોંચાડી શકે છે. હાલ અમેરિકાના 28 રાજયોની 7.5 કરોડ જનતાને બર્ફીલા વાવાઝોડાને લઈને એલર્ટ કરાઈ છે. બીજી બાજુ અમેરિકાના પુર્વી રાજયો ગરમ રહેશ. ખાસ કરીને વોશિંગ્ટનમાં ગરમી દોઢસો વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. લોકોને ઘરમાં રહેવાની સલાહ અપાઈ છે. બહાર નીકળવાનું થાય તે એકસ્ટ્રા ફલેશ લાઈટ, ખાવાનું પાણી સાથે રાખવાની સલાહ અપાઈ છે.