રશિયન મીડિયા ઘટસ્ફોટ: ટૂંક સમયમાં મોદી સરકાર વિરૂધ્ધ અવિશ્ર્વાસ પ્રસ્તાવ લવાશે
અમેરિકાને આ ષડયંત્રમાં ચંદ્રબાબુ નાયડુ મદદ કરી રહ્યા હોવાનો ખુલાસો: USAની ગુપ્તચર એજન્સી CIA-આંધ્રના બેપ્ટીસ્ટ ચર્ચ અને નાયડુની ભૂંડી ભૂમિકા
- Advertisement -
CIA ઓવૈસી સહિત ઘણા વિપક્ષી નેતાઓના સંપર્કમાં હોવાના રશિયન મીડિયા સ્પુટનિકના અહેવાલથી ખળભળાટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
મોદી સરકારને ઉથલાવવા માટે અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIA પડદા પાછળ રહીને મોટાપાયે પ્રયાસો કરી રહી છે અને ટૂંક સમયમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની મદદથી મોદી સરકાર વિરૂધ્ધ અવિશ્ર્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવશે તેવો ઘટસ્ફોટ રશિયાના સરકારી મીડિયા સ્પુટનિકે પોતાના અહેવાલમાં કર્યો છે. રશિયા પાસેથી તેલ ખરીદવા સહિતની ભારતની ઘણી વિદેશ નીતિઓએ અમેરિકા સહિત ઘણા દેશોના ગુસ્સાને વ્હોરી લીધો છે, જેના કારણે આ આખું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. CIA આંધ્રપ્રદેશના બેપ્ટિસ્ટ ચર્ચ અને વિપક્ષી નેતાઓના સંપર્કમાં છે અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની મદદથી મોદી સરકારને પછાડવા માટે એક મોટું ષડયંત્ર રચી રહી છે. સ્પુટનિક મીડિયાના આ અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. આ પહેલા અમેરિકા પર પણ બાંગ્લાદેશ સરકારને ઉથલાવી દેવાનો આરોપ લાગ્યો છે. હવે સ્પુટનિકે તેના અહેવાલમાં ભાજપ સરકારને તોડી પાડવાનું અમેરિકન ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે.
- Advertisement -
રિપોર્ટમાં આના સમર્થનમાં કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રશિયન મીડિયાએ અમેરિકી રાજદૂત અને કેટલાક અધિકારીઓની ભારતના વિપક્ષી નેતાઓ સાથે વારંવાર મુલાકાત કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. રશિયન મીડિયા અનુસાર, વિપક્ષી નેતાઓના સતત સંપર્કમાં રહેલી અમેરિકી ગુપ્તચર એજન્સી CIAએ કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરી છે અને વાતચીત કરી છે. યુએસ કોન્સ્યુલ જનરલ જેનિફર લાર્સન તાજેતરમાં હૈદરાબાદમાં AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીને મળ્યા હતા. આ પહેલા તે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને પણ મળી હતી. એટલું જ નહીં તેઓ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને પણ મળ્યા હતા. આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેનિફર લાર્સન હૈદરાબાદમાં અમેરિકન મિશન ઓર્ગેનાઈઝેશનનું નેતૃત્વ કરી રહ્યા છે અને આ સંગઠન દ્વારા અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સી સીઆઈએ બેપ્ટિસ્ટ ચર્ચની મદદ લેવાનો પ્રયાસ કરી રહી છે.