ઈરાનથી ઓઈલ ખરીદવાની સજા!
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈરાન પાસેથી ઓઈલની ખરીદી કરતાં ચાર દેશો સામે અમેરિકા ભડક્યું છે. તેણે કડક વલણ અપનાવતા ચાર દેશોની કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેમાં એક ભારતીય કંપની પણ સામેલ છે. આ કંપનીઓ પર ઈરાન સાથે તેલનો વેપાર કરવાનો આરોપ છે.અમેરિકાના વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે ઈરાન સાથે ઓઈલનો વેપાર કરવા બદલ ચાર કંપનીઓ અને ત્રણ જહાજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈરાન સરકાર આ વેપારમાંથી અબજો ડોલરની કમાણી કરી રહી છે, જેનો ઉપયોગ તે આતંકવાદને ટેકો આપવા અને પોતાના લોકો પર જુલમ કરવા માટે કરે છે.અમેરિકાએ ઈરાન પાસેથી તેલ ખરીદવાના આરોપમાં ભારતીય કંપની એટલાન્ટિક નેવિગેશન ઓપીસી પ્રાઈવેટ લિમિટે પર પ્રતિબંધ લગાવ્યો છે. આ કંપની Vigor અને ISM જહાજોનું સંચાલન કરે છે. આ પ્રતિબંધ ઈરાની પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ્સ સાથે વેપાર કરવાના આરોપમાં લગાવવામાં આવ્યો છે.ભારત ઉપરાંત અન્ય ત્રણ કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાંથી એક ચીનની કંપની Breakalin છે. જ્યારે અન્ય એક સેશેલ્સની શાઇની સેલ્સ શિપિંગ કંપની અને એક સુરીનામની ગેલેક્સી મેનેજમેન્ટ કંપની છે. અમેરિકાનો આરોપ છે કે આ તમામ કંપનીઓ ઈરાનથી પેટ્રોલિયમ કે પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી, વેચાણ અને પરિવહનના વ્યવહારમાં સંડોવાયેલી હતી. આ સાથે કેમરૂન ફ્લેગવાળા જહાજો અને પનામા ફ્લેગવાળા જહાજો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.