ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાના આરોગ્ય સેવાઓમાં મહત્વનો વધારો કરતા 58 લાખના ખર્ચે નવનિર્મિત એમ્બ્યુલન્સનું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સ પોરબંદરના વિસાવાડા, મોઢવાડા, સીમર અને રાણાકંડોરણા આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવી છે.
- Advertisement -
ડિસ્ટ્રીક્ટ મીનરલ ફંડની ગ્રાન્ટમાંથી પોરબંદર જિલ્લાના આરોગ્ય વિભાગ માટે આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે, જે માટે કુલ 58 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ એમ્બ્યુલન્સો સ્થાનિક પબ્લિક હેલ્થ સેન્ટરોના દર્દીઓને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં મદદરૂપ થશે અને વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ બનાવશે.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને આરોગ્ય અધિકારી ડો. બી.બી. કરમટા હાજર રહ્યા હતા, જેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી હતી.