રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડીએ બદ્રીનાથ અને કેદારનાથ પહોંચીને વિશેષ પૂજા અર્ચના કરી. આ પ્રસંગે તેમણે મંદિર સમિતિને 5 કરોડ રૂપિયાનુ દાન પણ આપ્યુ.
મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી. ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન બદ્રી વિશાલના વિશેષ દર્શન માટે બદ્રીનાથ ધામ પહોંચ્યા. તેમણે ભગવાન બદ્રી વિશાલની વિશેષ પૂજા-અર્ચના કરી અને દેશની ખુશી માટે પ્રાર્થના કરી. ત્યારબાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કેદારનાથ ધામ પણ ગયા અને પૂજા-અર્ચના કરી. તેમણે બદ્રીનાથ અને કેદારનાથને અઢી-અઢી કરોડ રૂપિયાનુ દાન પણ આપ્યું. કેદારનાથ પહોંચતા જ મંદિર સમિતિએ તેમનુ સ્વાગત કર્યુ.
- Advertisement -
મંદિર સમિતિના કર્મચારીઓએ અંબાણીનુ ભવ્ય સ્વાગત કર્યુ
બદ્રીનાથ પહોંચતા જ બીકેટીસીના ઉપાધ્યક્ષ કિશોર પવાર અને મંદિર સમિતિના કર્મચારીઓએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનનુ ભવ્ય સ્વાગત કર્યુ. આ દરમ્યાન ભગવાન બદ્રીના વિશાલના શ્રૃંગારમાં ઉપયોગમાં લેવામાં આવેલી તુલસીની માળા પણ મુકેશ અંબાણીને ભેટ સ્વરૂપે આપવામાં આવી. બદ્રીનાથ મંદિરના સભા મંડળમાં પહોંચ્યા બાદ મુકેશ અંબાણીએ સામાન્ય શ્રદ્ધાળુની જેમ ભગવાન બદ્રી વિશાળના દર્શન કર્યા અને મંદિરના ગર્ભગૃહમાં થોડી વાર ધ્યાન કર્યુ.
પૂજારીએ પૂજા સંપન્ન કરાવી
- Advertisement -
બદ્રીનાથ ધામના ધર્મ અધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલે આ દરમ્યાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પૂજા સંપન્ન કરાવી. મુકેશ અંબાણી બદ્રીનાથ ધામના મુખ્ય પૂજારી રાવલને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા અને તેમનો આશીર્વાદ લીધો.