ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની રાધિકા મર્ચંટ સાથે પ્રિ-વેડીંગ સેરેમની થઈ હતી. જામનગરમાં ત્રણ દિવસનો જલ્સો યોજાયો હતો તેમાં ઝુકરબર્ગ-બીલગેટસથી માંડીને દેશ-દુનિયાની સેલીબ્રીટીઝે હાજરી આપી હતી.
આ પછી રિલાયન્સ પરિવાર માટે પણ ખાસ સમારોહ યોજવામાં આવ્યો હતો તેમાં સલમાન સહિતના બોલીવુડ સ્ટાર્સને ફરી વખત તેડાવવામાં આવ્યા હતા. આ સેરેમની બાદ અંબાણીનો ફેમીલી ફોટો લેવામાં આવ્યો હતો.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી, ઈશા અંબાણી, અનંત અંબાણી, શ્લોકા મહેતા, આનંદ પિરામલ તથા રાધિકા મર્ચંટનો ફોટો જારી થયો છે. આ તસ્વીરમાં પ્રથમ વખત અંબાણી પરિવારના શ્વાન ‘હેપ્પી’ને પણ રાખવામાં આવ્યો હતો.