ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. તે પહેલા લગ્નના કાર્યક્રમોને લઈને ભારે ધૂમધામ જોવા મળી રહી છે. તેમના નાના પુત્રના સંગીત સમારોહમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તેમના પરિવાર સાથે શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમના ગીત ‘દીવાંગી દીવાંગી’ પર ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અંબાણી પરિવારે શુક્રવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે દંપતી માટે ભવ્ય સંગીત સમારોહનું આયોજન કર્યું હતું. આ કોન્સર્ટમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. મુકેશ અને નીતા અંબાણીએ તેમના પુત્રના સંગીત ડાન્સ કર્યો હતો. બંનેના ડાન્સે સમગ્ર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે આખા પરિવાર સાથે બોલિવૂડના ગીતો પર ડાન્સ કર્યો.
નીતા અંબાણીએ પર્ફોર્મન્સ દરમિયાન ભરતનાટ્યમની ઝલક પણ બતાવી હતી. અંબાણી પરિવારના તમામ સભ્યોએ એક પછી એક સ્ટેજ પર ભવ્ય એન્ટ્રી કરી હતી. નીતા અંબાણી ગુલાબી રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે મુકેશ અંબાણી નેવી બ્લુ કુર્તા પાયજામા અને મેચિંગ જેકેટમાં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.