પાંચમા નોરતે રઘુવંશી સમાજના હજારો ખેલૈયાઓનો સૂર-તાલ સાથે ગરબે ઘૂમ્યો; રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ અને સમાજના મોભીઓની ગૌરવવંતી હાજરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
કાલાવડ રોડ પર આવેલા શાશ્વત પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ‘અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ-2025’માં નવરાત્રિના પાંચમા નોરતે રઘુવંશી સમાજના ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. સંપૂર્ણ પારિવારિક માહોલમાં, ખેલૈયાઓએ સંગીત અને તાલીઓના તાલ સાથે ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી.
પાંચમા નોરતે ખેલૈયાઓ વિવિધ ગ્રુપમાં અવનવા ડ્રેસકોડ સાથે રાસ રમતા જોવા મળ્યા હતા, જેના કારણે આખું ગ્રાઉન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ખ્યાતનામ શુભ ઈવેન્ટ્સના આશિષ કોટક અને કવિતા કોટકના ઓર્કેસ્ટ્રા તેમજ ગણેશ સાઉન્ડની હાઇ-ટેક સાઉન્ડ સિસ્ટમથી ખેલૈયાઓ આફરીન થયા હતા.
ખેલૈયાઓ એકથી એક ચઢિયાતા પ્રાચીન અને અર્વાચીન ગરબા ગીતો પર મન મૂકીને ઝૂમ્યા હતા. ખાસ કરીને છલડો, ડાકલા, ભક્તિ ગીતો અને વંદે માતરમની છલકાતી ધૂન પર માતાજીના ડાક ડમરુંના સથવારે ખેલૈયાઓએ ફ્રી સ્ટાઇલ ગરબા રમીને યુવાધન ઉત્કૃષ્ટ વ્યવસ્થાનો અહેસાસ કર્યો હતો. ખેલૈયાઓ, કલાકારો અને આમંત્રિત મહેમાનો દ્વારા આ રાસોત્સવની વ્યવસ્થા અને પારિવારિક માહોલની ખૂબ સરાહના કરવામાં આવી હતી.
અકિલ રઘુવંશી પરીવાર રસોત્સવના પાંચમાં નોરતે પ્રિન્સ ફર્સ્ટ શિવાંગ રૂપારેલીયા, સેકેન્ડ પ્રિન્સ અંશ કાનાબાર, તથા ફર્સ્ટ પ્રિન્સેસ પ્રિયંકાબેન કાછેલા, સેકેન્ડ પ્રિન્સેસ પારૂલબેન કેશરીયા, થર્ડ પ્રિન્સેસ નંદનીબેન માગેચા, ફોર્થ પ્રિન્સેસ હેતવી કકડ વિજેતા જાહેર કરેલ તથા કિડસમાં ફર્સ્ટ પ્રિન્સ જીમીત કેશરીયા, સેકેન્ડ પ્રિન્સ વંશ કારીયા, થર્ડ પ્રિન્સ અભિ રૂપારેલીયા, તથા કિડસમાં ફર્સ્ટ પ્રિન્સેસ આર્વી નથવાણી, સેકેન્ડ પ્રિન્સેસ ક્રિસા પોબારૂ, થર્ડ પ્રિન્સેસ ઈશા કારીયા,વિજેતા જાહેર કરેલ તેમજ વેલડ્રેસમાં હર્ષ ઠકરર, રાશી કોટેચા, શિતલ રાજા, શીયાબેન ખાખરીયા ને વિજેતા જાહેર કરી લાખેલા ઇનામો વિતરણ કરેલ હતા તેમજ ખેલૈયાનો ભારે ઉત્સાહ જોવા મળેલ.
રઘુવંશી સમાજના આ ભવ્ય રાસોત્સવમાં સમાજના અગ્રણીઓ ઉપરાંત રાજકીય અને વહીવટી ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપીને કાર્યક્રમની રોનક વધારી હતી અને આયોજક ટીમને બિરદાવી હતી. ઉપસ્થિત મહેમાનોમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ધારાસભ્ય ડો. દર્શિતબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ભાજપ શહેર મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખો કમલેશભાઈ મીરાણી અને મુકેશભાઈ દોશી, મ્યુ. કોર્પો. દંડકશ્રી મનીષભાઈ રાડીયા, ટી.પી. ચેરમેન ચેતન સુરેજા તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી જયદીપભાઈ ગોંધીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજકોટ રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જર, ક્રાઇમ બ્રાન્ચ ડી.સી.પી. જગદીશ બાંગરાવા, પૂર્વ આઈ.એ.એસ. આર.જે. હાલાણી અને પી.આઈ.શ્રી ભાર્ગવ ઝંણકાટ સહિત અન્ય પત્રકાર અને સમાજ અગ્રણીઓએ હાજરી આપી હતી.
અકિલ રઘુવંશી પરીવાર રસોત્સવ-2025 ના સમ્રગ આયોજનને સફળ બનાવવા આયોજકની ટીમ પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, શૈલેષભાઈ પાબારી, ધર્મેશભાઇ વંસત, જતીન દક્ષિણી, કૌશીક માનસતા, પ્રકાશભાઈ સોમૈયા, મેહુલ નથવાણી, શ્યામલ વિઠલાણી, અશ્વિનભાઈ જોબનપુત્રા, આનંદ જોબનપુત્રા અમીતભાઈ અઢીયા, મોહીતભાઈ નથવાણી, જતીનભાઈ પાબારી, કલ્પેશભાઈ તન્ના, વિપુલભાઈ મણીયાર, રાજભાઈ બગડાય, મયુરભાઈ અનડકટ, વિપુલ કારીયા, રશેષભાઈ કારીયા, ધવલભાઈ પાબરી, અમીતભાઈ દક્ષિણી, ઉમેશભાઈ સેદાણી, લાલભાઈ (સેઠજી), કેયુરભાઈ રુપારેલ, હિતેશભાઈ ગટેચા, રાજુભાઇ થાવરીયા, સંદીપભાઈ લાખાણી, કિરીટભાઈ કેશરીયા, રાકેશભાઈ ચંદારાણરા,
રાજ વિઠલાણી, પાર્થ કોટક, માનવ કારિીયા, ઘ્રુવ રાજા, કિશન વિઠલાણી, કેવલ વંશત, કેજશ વિઠલાણી, પાર્થ જોબનપુત્રા, યશ ચોરેલીયા, કિતી શીંગાળા, રુશીલ ગટેચા, હિરેન કારીયા, હિમાશું કારીયા, મહેન્દ્ર જીવરાજાણી, કાનાભાઈ સોનછાત્રા, હેમાંગ તન્ના, અલ્પેશ ભુપતા, જિલ ગનાત્રા, કેવલ તન્ના, હાર્દિક તન્ના, યશ અજાબીયા, ઘુમિલ ગોંધીયા, પ્રેમ જોબનપુત્રા, હેમલ વિઠલાણી, ભાવીન તન્ના, ભાવેશ પાવાગઢી, શિતલ બુદ્ધદેવ, મનીશાબેન ભગદેવ, શિલ્પાબેન પુજારા, તારુબેન ચંદારાણા, કશ્મીરાબેન નથવાણી, ભારે જહેમત ઉઠાવી રહયા છે. આમ વિશેષ માહિત માટે મો. 98244 0030 ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવ્યું છે.



