ભારે વરસાદ પછી યાત્રાના બંને માર્ગો પર ચાલી રહેલા સમારકામ અને જાળવણી કાર્યને કારણે ફરી એકવાર અમરનાથ યાત્રા સ્થગિત
વરસાદની સ્થિતિ વચ્ચે જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમરનાથ યાત્રા ૩ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ જમ્મુ અને કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને નેશનલ હાઇવે સહિતના માર્ગો પર બંધ કરવામાં આવ્યા છે. આ તરફ યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને યાત્રા સ્થાગિત કરવાનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
અમરનાથ યાત્રા 3 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે. યાત્રા સ્થગિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ બાદ યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને યાત્રા વધુ 2 દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે. આ તરફ હવે તંત્ર દ્વારા યાત્રાના બંને માર્ગો પર તાત્કાલિક સમારકામ અને જાળવણીનું કામ કરવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, શુક્રવારે સવારે પહેલગામ રૂટથી યાત્રા સ્થગિત રહી જ્યારે બાલટાલ રૂટથી યાત્રાને મંજૂરી આપવામાં આવી. આ તરફ અચાનક ભારે વરસાદને કારણે યાત્રાળુઓની સુરક્ષાને લઈ સાવચેતીના ભાગરૂપે બાલટાલ રૂટથી યાત્રા પણ સ્થગિત કરવામાં આવી. આઆ તરફ જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાળુઓની અવરજવર સતત બીજા દિવસે પણ સ્થગિત રહી હતી.
શું કહ્યું કાશ્મીરના ડિવિઝનલ કમિશ્નરે ?
- Advertisement -
સમગ્ર મામલે કાશ્મીરના ડિવિઝનલ કમિશ્નર વિજય કુમાર બિધુરીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે બાલટાલ રૂટ પર સમારકામ અને જાળવણી કાર્યની જરૂર છે. અમરનાથ જતાં યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને 3 ઓગસ્ટ સુધી બાલટાલ રૂટ પરથી યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આઆ સાથે તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે અત્યાર સુધીમાં 4.05 લાખથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.