પહેલગામ-બાલતાલ રૂટ પર જામર; 58 હજાર જવાનો, ડ્રોન-સ્નિફર ડોગ્સ તહેનાત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.06
પહેલીવાર, અમરનાથ યાત્રાના કાફલાની સુરક્ષા માટે જામર લગાવવામાં આવશે, જેની સુરક્ષા સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ ફોર્સ (CAPF) દ્વારા કરવામાં આવશે. કાફલાના પસાર થવા દરમિયાન યાત્રાના બંને રૂટ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરફ જતા તમામ રસ્તાઓ સુરક્ષા માટે બંધ રહેશે.
- Advertisement -
આ ઉપરાંત, યાત્રા માટે વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની 581 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. આમાં લગભગ 42000થી 58,000 સૈનિકોનો સમાવેશ થાય છે. CAPFમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ, સરહદ સુરક્ષા દળ, સશસ્ત્ર સીમા દળ, ભારત તિબેટ સરહદ પોલીસ, કેન્દ્રીય ઉદ્યોગ સિક્યોરિટી ફોર્સનો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં 156 કંપનીઓ પહેલાથી જ તૈનાત કરવામાં આવી છે, જ્યારે 10 જૂન સુધીમાં 425 નવી કંપનીઓ તૈનાત કરવામાં આવશે. 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ચાલનારી આ યાત્રા પહેલી વાર 38 દિવસ માટે યોજાઈ રહી છે. તે 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે.
ડ્રોન અને ખાસ સ્નિફર ડોગ્સ પણ નજર રાખશે અમરનાથ યાત્રાને સુરક્ષિત રાખવા માટેની વ્યવસ્થામાં રોડ ઓપનિંગ પાર્ટીઓ (છઘઙ), ધમકીઓનો તાત્કાલિક જવાબ આપવા માટે ક્વિક એક્શન ટીમો (ચઅઝ), વિસ્ફોટકો શોધવા અને નિષ્ક્રિય કરવા માટે બોમ્બ ડિફ્યુઝલ સ્ક્વોડ (ઇઉજ), ઊં9 યુનિટ (ખાસ તાલીમ પામેલા સ્નિફર ડોગ્સ) અને હવાઈ દેખરેખ માટે ડ્રોનનો સમાવેશ થશે.
આ વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ ગુફા મંદિર તરફ જતા પહેલગામ અને બાલતાલ બંને માર્ગો પર લાગુ થશે. મુસાફરી દરમિયાન, મેડિકલ સર્ટિફિકેટ, 4 પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ, RFID કાર્ડ, મુસાફરી અરજી ફોર્મ તમારી સાથે રાખો. શારીરિક તંદુરસ્તી માટે, દરરોજ 4થી 5 કિલોમીટર ચાલવાનો અભ્યાસ કરો.
- Advertisement -
પ્રાણાયામ અને કસરત જેવા શ્વાસોચ્છવાસ યોગ કરો. મુસાફરી દરમિયાન ઊનના કપડાં, રેઈનકોટ, ટ્રેકિંગ સ્ટીક, પાણીની બોટલ અને જરૂરી દવાઓની થેલી તમારી સાથે રાખો.
2024માં 5 લાખ મુસાફરોએ અમરનાથ યાત્રા કરી હતી
2024માં આ યાત્રા 52 દિવસની હતી. 2023માં આ યાત્રા 62 દિવસ, 2022માં 42 દિવસ અને 2019માં 46 દિવસ ચાલી હતી. 2020-21માં કોરોના મહામારીને કારણે યાત્રા મુલતવી રાખવામાં આવી હતી. 2024માં 52 દિવસની અમરનાથ યાત્રામાં 5 લાખથી વધુ ભક્તોએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. 2023માં 4.5 લાખ યાત્રાળુઓએ ભાગ લીધો હતો. 2012માં રેકોર્ડ 6.35 યાત્રાળુઓએ દર્શન કર્યા હતા. 2022માં કોવિડને કારણે આ આંકડો ઘટ્યો અને 3 લાખ યાત્રાળુઓ દર્શન માટે પહોંચ્યા.