બાબા અમરનાથ યાત્રા આજે 31 ઓગસ્ટે છડી મુબારકના દર્શન સાથે સમા થશે. છડી મુબારકએ ભગવાન શિવની ભગવા કપડામાં લપેટી પવિત્ર લાકડી છે. જે 26 ઓગસ્ટના રોજ શ્રીનગરના એક અખાડામાંથી બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થયા હતા. તે 30મી ઓગસ્ટે મહાત્માઓ અને સંતો સાથે શેષનાગથી પંજતરણી જવા રવાના થઈ હતી. આજે તે પવિત્ર ગુફામાં પહોંચશે અને પૂજા કર્યા બાદ દર્શન કરશે. મહતં દીપેન્દ્ર ગિરીના નેતૃત્વમાં પવિત્ર ગુફામાં તેનું સ્થાપન ઉગતા સૂર્ય સાથે કરવામાં આવશે.
આ પછી તેને શ્રીનગરના અખાડામાં પરત લઈ જવામાં આવશે. મીડિયા રિપોટર્સ અનુસાર, આ વર્ષે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચૂકયા છે. યાત્રા પૂર્ણ થયા બાદ બંને પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. અમરનાથ જી શ્રાઈન બોર્ડના સભ્યો અને સ્થાનિક લોકો રસ્તાની સફાઈ કરશે.ઉલ્લેખનીય છે કે બાબા બર્ફાનીની ગુફા સુધી પહોંચવાના બે રસ્તા છે. પ્રથમ પહેલગામ, આ પરંપરાગત માર્ગ છે, જે ચઢવામાં સરળ છે. લગભગ ૪૭ કિમીનું આ અંતર કાપવામાં 2–3 દિવસ લાગે છે.
- Advertisement -
6 ઓગસ્ટે દર્શન માટે આવેલા ભકતોનો રેકોર્ડ તૂટી ગયો હતો
આ વર્ષે 1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રાએ 6 ઓગસ્ટે 37 દિવસ પછી ગયા વર્ષે દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓની સંખ્યાનો રેકોર્ડ તોડો હતો. આ તારીખ સુધીમાં 4,17,000થી વધુ ભકતોએ દર્શન કર્યા હતા. યારે ગત વર્ષે સમગ્ર સિઝનમાં 3,65,000 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા.