અમરેલીમાં -17, વડોદરામાં-17.6, દિવમાં 18.2 અને રાજકોટમાં 19.4 ડિગ્રી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
અમરેલીની સાથોસાથ અંતે હવે નલિયામાં પણ આજે શિયાળાનો રંગ દેખાયો હતો. અને સવારે 17.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.આ ઉપરાંત આજરોજ પણ અમરેલીમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. આજે સવારે અમરેલી ખાતે 17 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગી, દિવમાં 18.2 ડિગ્રી, અને રાજકોટ શહેરમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત આજે સવારે અમદાવાદ ખાતે 19.9, ભાવનગરમાં 19.8, ભૂજમાં 19.9, દ્વારકામાં 23.4 ડિગ્રી, તેમજ ગાંધીનગરમાં 19.2 ડિગ્રી કંડલામાં -22, ઓખામાં 25.6, પોરબંદરમાં 19, સુરતમાં 23.1 અને વેરાવળમાં 22.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.