પુષ્પા-2 વર્ષની શરૂઆતથી ફિલ્મ Pushpa 2ને લઈને દરેક બાજુ ગજબનો બઝ હતો. સાઉથ-નોર્થ જ નહીં, દુનિયાભરના ફેન્સ અલ્લૂ અર્જૂનની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. મેકર્સ પણ આ બઝને બનાવી રાખવા માટે ફિલ્મનું કામ જલ્દી પુરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
પુષ્પા-2 આ વર્ષની મચ અવેટેડ ફિલ્મોની લિસ્ટમાં ટોપ પર છે. પ્રભાસની Kalki 2898 AD આવી ગઈ છે. ત્યાં જ રામચરણ અને જુનિયર એનટીઆરની મેગા બજેટ ફિલ્મો પણ તૈયાર થઈ રહી છે. પરંતુ Pushpa 2 વાળો બઝ અત્યાર સુધી કોઈ મેચ નથી કરી શક્યું. 500 કરોડના બજેટમાં બનેલી પુષ્પા ધ રૂલને લઈને મોટી મોટી અપડેટ્સ સામે આવી રહી છે. એમાંથી સૌથી મોટી અપડેટ એ છે કે ફિલ્મની રિલીઝને 15 ઓગસ્ટથી આગળ વધારીને 4 ડિસેમ્બર કરી દેવામાં આવી છે.
- Advertisement -
View this post on Instagram
પુષ્પા-2 માટે મુશ્કેલી બની રહ્યા છે આ 6 મોટા કારણ
ફિલ્મની શૂટિંગ
- Advertisement -
અલ્લુ અર્જુનની Pushpa 2ની શૂટિંગ અત્યાર સુધી પુરી નથી થઈ. અલ્લૂ અર્જુન અને મેકર્સે ઓગસ્ટ સુધી ટાર્ગેટ રાખ્યો છે. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન વર્ક પણ સાથે સાથે ચાલી રહ્યું છે. ત્યાં જ ટૂંક સમયમાં જ ફિલ્મની શૂટિંગ પુરી કરવા માટે અલગ અળગ યુનિટ્સ પણ લગાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા પાર્ટની શૂટિંગ હજુ સુધી પુરી નથી થઈ. જેના કારણે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મને 4 ડિસેમ્બર સુધી પોસ્ટપોન્ડ કરવામાં આવશે.
રી-શૂટ
ફિલ્મના અમુક એપિસોડ રી-શૂટ કરવામાં આવ્યા છે. હકીકતે આ બધા ભાગ પહેલાથી જ શૂટ કરવામાં આવી ચુક્યા હતા પરંતુ સુકુમારને તે પસંદ ન આવ્યા. એવામાં તેમણે ફરી શૂટ કરવાનો નિર્ણય કર્યો. તેમાં ઘણા વીએફએક્સ પણ શામેલ છે.
વિલન
પુષ્પા-2 માં એક વખત ફરી ફહાજ ફાઝિલ ધમાલ મચાવવા માટે તૈયાર છે. એસીપી ભંવર સિંહના રોલમાં તે એક વખત ફરી પુષ્પારાજ અને શ્રીવલ્લી બન્નેની મુશ્કેલીઓ વધારતા જોવા મળશે. જોકે તેમનુ શૂટિંગ અત્યાર સુધી પુરૂ નથી થયું. તેને આ શેડ્યુલમાં પુરૂ કરવામાં આવશે.
View this post on Instagram
એડિટર્સે છોડ્યો પ્રોજેક્ટ
પુષ્પા-2 કોઈ પણ એડિટર માટે ખૂબ જ મોટો પ્રોજેક્ટ છે. પરંતુ કામ પુરૂ ન થવાના કારણે બધાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ત્યાં જ વચ્ચે વચ્ચે ક્રિએટિવ ડિફરેન્સની ખબરો આવતી રહી છે. સૌથી પહેલા એડિટર એન્ટની રૂબેને ફિલ્મ છોડવાનો નિર્ણય કર્યો હતો. હકીકતે તે બીજા પ્રોજેક્ટ્સ માટે પહેલા જ ડેટ્સ આપી ચુક્યા હતા. પરંતુ પુષ્પા 2નું કામ સમય રહેતા પુરૂ ન થવા કારણે તેમને ફિલ્મ છોડવી પડી. જોકે મેકર્સે આ પ્રકારની કોઈ અપડેટ નથી આપી.
આઈટમ નંબર
તેના પહેલા પાર્ટમાં એક આઈટમ નંબર હતું- ઉ અંટાવા. તેમાં સમાંથા રૂથ પ્રભુએ જબરદસ્ત પરફોર્મ કર્યું હતું. ગીત ખૂબ જ ટ્રેન્ડમાં રહ્યું હતું. બીજા પાર્ટની શૂટિંગ શરૂ થયા બાદથી જ એવી ખબરો આવી રહી છે કે આ વખતે પણ સ્પેશિયલ સોન્ગ હશે. પરંતુ તેને કોણ પરફોર્મ કરશે હજુ સુધી ફાઈનલ નથી થયું. આ સોન્ગ સાથે જાહ્નવી કપૂર, દિશા પટણી, તૃપ્તિ ડિમરીનું નામ સામે આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર જાહ્નવી પાસે તેને લઈને વાત ચાલી રહી છે. તેમણે 4 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી છે. પરંતુ હજુ સુધી કંઈ ફાઈનલ નથી.
View this post on Instagram
અલ્લૂ અર્જુને કપાવી દાઢી
હાલમાં જ એક મોટી ખબર સામે આવી હતી જેને સાંભળીને અલ્લૂ અર્જુનના ફેન્સને મોટો ઝટકો લાગી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુષ્પા 2ની રિલીઝ ડેટ પોસ્ટપોન થઈ શકે છે. શૂટિંગ શેડ્યુલથી પરેશાન થઈને અલ્લૂ અર્જુને દાઢી કઢાવી નાખી હતી. દાઢી ફિલ્મમાં તેમના લુકનો મહત્વનો પાર્ટ છે. એવી અફવાહ છે કે તે પરિવારની સાથે યુરોપ ફરવા ગયા હતા જેનાથી શૂટિંગમાં મોડુ થઈ રહ્યું છે. જોકે અમુક ખબરો એવી પણ ચાલી રહી છે કે ફિલ્મને આવતા વર્ષ સુધી ટાળી દેવામાં આવી છે.