-અલ્લુને લઈને ત્રણ-ત્રણ બ્લોક બસ્ટર ફિલ્મ બનાવનાર નિર્માતાની જાહેરાત
‘પુષ્પા-2 ધી રૂલ’ બાદ બે અલ્લુ અર્જુનની વધુ એક ફિલ્મની જાહેરાત થઈ છે.અલ્લુ અર્જુન ફરી એકવાર નિર્માતા ત્રિવિક્રમ શ્રીનિવાસ સાથે જોડાવવા જઈ રહ્યા છે. આ પહેલા આ બન્નેની જોડીએ દર્શકોને ‘જુલાઈ’ સન ઓફ સત્યમુર્તિ’ અને ‘અલા વૈકુંઠપુરમલો’ જેવી બ્લોક બસ્ટર ફીલ્મો આપી છે.
- Advertisement -
Hoping to create a Magic once again. pic.twitter.com/6H5IUezSPZ
— Allu Arjun (@alluarjun) July 3, 2023
- Advertisement -
હવે આ નિર્માતા સાથે અલ્લુ અર્જુન વધુ એક ફિલ્મ કરશે. ફિલ્મનું બજેટ મોટું છે અને નિર્માતા તેને એક ભવ્ય સિનેમેટીક એકસપીરીયન્સ તરીકે પીરસવાની કોશીશમાં છે. ત્રિવિકમ શ્રીનિવાસ સાથે ફિલ્મ પહેલા અલ્લુ અર્જુનની ખૂબ જ રાહ જોવાતી સિકવલ ‘પુષ્પા-2 ધી રૂલ’જોવા મળશે, જે તેની બ્લોક બસ્ટર- પુષ્પા ધી રાઈઝની સિકવલ છે.350 કરોડના બજેટમાં બનેલી પુષ્પા-2 આવતા વર્ષે સિનેમા હોલમાં રીલીઝ થશે.