અલ્લુ અર્જુનની કેટલીક તસવીરો અને વીડિયો હાલ સોશ્યલ મીડીયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં અલ્લુ અર્જુન તેની દીકરી અરહા સાથે ગણેશ વિસર્જન કરતો જોવા મળી રહ્યો છે.
ફિલ્મ ‘પુષ્પા’નો એક ડાયલોગ ઘરે ઘરે ફેમસ છે એમ જ એ ડાયલોગ બોલનાર સ્ટાર તેલુગુ એક્ટર અલ્લુ અર્જુન હાલમાં આખા દેશનો પસંદિતા અભિનેતા છે. તેની ફિલ્મ પુષ્પાની સફળતાએ તેને એક અલગ જ લોકપ્રિયતા અપાવી છે. હાલ અલ્લુ અર્જુનના ચાહકો તેની એક ઝલક જોવા માટે ઉત્સુક રહે છે, એવા માં અલ્લુ અર્જુનની કેટલીક તસવીરો અને વીડિયો હાલ સોશ્યલ મીડીયા પર વાયરલ થઈ રહ્યા છે. એ વિડીયો અને તસવીરમાં અલ્લુ અર્જુન તેની ક્યૂટ દીકરી અરહા સાથે ગણેશ વિસર્જન કરતો જોવા મળી રહ્યો છે.
- Advertisement -
#Tollywood Actor @alluarjun along with his daughter and staff took part in Bhagwan #GaneshVisarjan while so-called celebrities of #Bollywood keeps ridiculing Hindu Dharma. pic.twitter.com/f0Mher9hew
— Keshav Soni (@ImKeshavSoni) September 6, 2022
- Advertisement -
અલ્લુ અર્જુન કરતાં તેની દીકરી પર ચાહકો થયા ફીદા
અલ્લુ અર્જુન જેટલો સારો એક્ટર છે એટલો જ સારો પિતા પણ છે. વાયરલ થયેલ આ તસવીરો અને વીડિયોમાં નજર આવે છે કે એ સમયે અભિનેતા પોતાનું સ્ટારડમ છોડીને માત્ર પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે અને ખુશીથી પોતાની પુત્રી સાથે ગણેશ વિસર્જનની દરેક ક્ષણને માણે છે. આ તસવીરોમાં તેની 5 વર્ષની દીકરીને જોઈને ચાહકો વધુ ખુશ થયા છે.
દીકરી સાથે કર્યું ગણેશ વિસર્જન
અલ્લુ અર્જુને ગણેશ વિસર્જન આ પ્રસંગે બ્લેક ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું. સાથે જ તેને અરહાને તેના ખોળામાં ઊંચકી હતી અને બંને ખૂબ જોરથી “ગણપતિ બાપ્પા મોરયા” બોલી રહ્યા હતા. હાલ વાયરલ થયેલ આ વીડિયો અને તસવીરો જોઈને લોકો અલ્લુ અર્જુનના પિતા રૂપના ખૂબ જ વખાણ કરી રહ્યો છે. સાથે જ લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે ‘અહીં પુષ્પા ઝૂકી ગયો. ‘
Icon Star @alluarjun was in a celebratory mood as he bid adieu to Lord Ganesh along with his staff. The actor broke a coconut with his daughter #AlluArha by his side to kickstart the immersion procession. He also encouraged Arha to further take part in the festivities. pic.twitter.com/zUI56S5PfO
— Sarath Chandra Naidu (@imsarathchandra) September 5, 2022
‘પુષ્પાઃ ધ રૂલ’માં જોવા મળશે અલ્લુ અર્જુન
અલ્લુ અર્જુન હવે તેની ફિલ્મ પુષ્પાની સિક્વલ ‘પુષ્પાઃ ધ રૂલ’માં જોવા મળશે. આ સાથે જ તેની દીકરી અરહા ફિલ્મ ‘શકુંતલમ’ દ્વારા તેના અભિનયની શરૂઆત કરવા જઈ રહી છે જેમાં સામંથા રૂથ પ્રભુ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.