તાલુકા પંચાયતના આયોજનમાં કમિશન માંગતા હોવાનો ઉલ્લેખ કરવાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
દેશમાં મહિલાઓને દરેક ક્ષેત્રમાં મહિલાઓને પણ પુરુષની માફક આગળ વધારવા માટે સરકાર પ્રયત્ન કરે છે સાથે જ દરેક ક્ષેત્રની સાથે રાજકીય ક્ષેત્રે પણ મહિલાઓને 30 ટકા જેટલી સીટ ફાળવી રહી છે પરંતુ મહિલાઓની રાજકીય કારકિર્દી આગળ વધારવાને બદલે ચૂંટાયેલ મહિલાના પતિ જ મોટાભાગે વહીવટી શાસન ચલાવતા હોવાનું નજરે પડે છે ધ્રાંગધ્રા તાલુકા પંચાયતમાં પણ કઈક આવું જ છે જેમાં ધ્રાંગધ્રા તાલુકા પંચાયત વર્તમાન પ્રમુખ તરીકે શિલ્પાબેન પટેલ છે પરંતુ પ્રમુખ પદનું સમગ્ર ભારણ તેઓના પતિ રાજેશભાઈ પટેલ પર હોય તેવું એક કથિત ઓડિયો ક્લિપ મામલે ચર્ચાઓ જાગી છે.
અગાઉ પણ તાલુકા પંચાયત પ્રમુખના પતિ રાજેશભાઈ પટેલ અનેક પ્રકારે વિવાદમાં આવી ચૂક્યા છે જેમાં પત્ની શિલ્પાબેન પટેલની જગ્યા પર રાજેશભાઈ પોતે તાલુકા પંચાયતનો વહીવટ કરતા હોય અને કેટલાક જાહેર કાર્યક્રમોમાં પંચાયત પ્રમુખની જગ્યાએ તેઓના પતિ સ્ટેજ પર બેસીને સન્માનિત થવા માટે આગળ આવી જવા જેવી અનેક બાબતો વિવાદ સર્જ્યો હતો ત્યારે પ્રમુખ શિલ્પાબેન પટેલની જગ્યાએ તેઓના પતિ રાજેશભાઈ પટેલ પંચાયતનો વહીવટ કરતા હોવાના સ્પષ્ટ એંધાણ દર્શાવતી બાબતની એક કથિત ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ છે. આ વાઇરલ કલીપમાં પંચાયત પ્રમુખના પતિ તાલુકા પંચાયતના આયોજનની ગ્રાન્ટ અને વપરાશ કરવા માટે પંદર હાજર રૂપિયાની માંગ કરતા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે વારંવાર વિવાદમાં રહેતા પંચાયત પ્રમુખના પતિ હવે ફરીથી ગંભીર વિવાદમાં આવતા સરકારી કામના રૂપિયા માંગણી અંગેની એટલે કે સરકારી રૂપિયામાં ભાગ માંગી ભ્રષ્ટાચાર આચરવાની ઓડિયો ક્લિપ વાઇરલ થવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવી દીધો છે.
- Advertisement -
ત્યારે હવે આ ઓડિયો ક્લિપ બાબતે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો પંચાયત પતિ પર પગલાં ભારે છે કે કેમ તેના સામે મીટ મંડાયેલી છે.
તાલુકા પંચાયતના પ્રમુખ પતિના અઢી વર્ષના શાસનમાં થયેલાં વિવાદ
વિવાદ (1): તાલુકા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ પ્રમુખ હાઇવે છતાં દરરોજ પતિ રાજેશભાઈ તાલુકા પંચાયત ખાતે પ્રમુખની ચેમ્બરમાં આવીને વહીવટ સંભાળતાં હતા.
વિવાદ (2): જાહેર કાર્યક્રમોમાં પ્રમુખ શિલ્પાબેન પટેલને સન્માનિત કરવા નામની ઘોષણા થાય એટલે તુરંત પતિ રાજેશભાઈ સ્ટેજ પર ચડી સન્માનિત થતાં હતા.
વિવાદ (3): તાલુકા પંચાયતમાં આયોજનની ગ્રાન્ટને પાસ કરવા માટે રૂપિયા પંદર હજારની માંગ કરવાની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થવાની ચર્ચાઓ જાગી છે.



