15 વર્ષનો અનુભવ ધરાવતા કર્મીઓને 7 હજાર રૂપિયા વેતન આપે
ખાસ-ખબર સંવાદદાતા
જેટકોનાં આઉટ સોર્સિટ કર્મચારીઓનું આર્થીક શોષણ થતું હોવાનાં આક્ષેપ કરવામાં આવ્યાં છે. વર્ષોનો અનુભવ ધરાવતા હોવા છતા મહિને માત્ર 7 હજાર રૂપિયા જ વેતન આપવામાં આવી રહ્યું છે. જેટકોનાં આઉટ સોર્સિટ કર્મચારીઓએ કલેકટર અને કાર્યપાલ ઇજનેરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે,જેટકો કંપનીમાં 15 વર્ષ સુધીનો અનુભવ ધરાવતા લોકોને પણ 7 થી 8 હજાર રૂપિયા વેતન આપવામાં આવી રહ્યું છે. ઉચ્ચશિક્ષણ અને કામનો પુરતો અનુભવ હોવા છતા પુરતું વેતન આપવામાં આવતું નથી. હાલની મોંઘવારીને જતા કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર 18200 સુધીનો હોવો જોઇએ. તેમજ વર્ષનાં અંતે મોંઘવારી પ્રમાણે 10 ટકા વેતનમાં વધારો મળવો જોઇએ. કર્મચારીઓ અને તેના પરિવારને મેડીકલનો લાભ મળવો જોઇએ.
- Advertisement -
કર્મચારીઓ હાઇવોલ્ટેજ સીસ્ટમમાં જોખમી કામ કરતા હોય જેથી કર્મચારીઓને રિસ્ક એલાઉન્સ પણ મળવું જોઇએ. અમારી માંગણી 10 દિવસમાં નહી સંતોષાય તો તા. 15 સપ્ટેમ્બરનાં કાર્યસ્થળ પર કાળી પટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બાદ તારીખ 16નાં ધરણા અને તારીખ 17નાં હડતાળ પાડવામાં આવશે.