અરજદારોને ધરમના ધક્કા ખવડાવતા અંતે થાકીને રૂપિયા આપવા પડતા હોવાની રાવ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
ધ્રાંગધ્રા શહેરનો વિસ્તાર આશરે દસેક કિલોમીટરના ફેલાયેલો છે જેથી મોટાભાગે શહેરી વિસ્તારમાં વસતા રહીશોને રહેણાક મકાન અને રેવન્યુ કામકાજ અર્થે ધ્રાંગધ્રા સેવા સદન કચેરી ખાતે સિટી સર્વે કચેરી ખાતે જવું પડે છેથોડા સમય પૂર્વે ધ્રાંગધ્રા સેવા સદન ખાતે સિટી સર્વે માટે બે વિભાગો હતા પરંતુ કોઈ કારણોસર હાલ સિટી સર્વેમાં એક વિભાગ કાર્યરત છે પરંતુ અહીં પણ છેલ્લા કેટલાય સમયથી મહિલા કર્મચારી પોતાના મન મુજબ ફરજ પર આવતા હોવાનો વારંવાર ફરિયાદ ઉઠે છે. સિટી સર્વેના મહિલા કર્મચારી મોટાભાગે પોતાની ફરજ પર ગેરહાજર હોવાથી માત્ર એક પટ્ટાવાળા થકી કામ ચલાવાય છે પરંતુ સિટી સર્વેના પટ્ટાવાળા પોતાની ફરજના ભાગમાં આવતું કાર્ય કરી શકે છે તેનાથી વધુ તેઓને પાવર નહીં હોવાથી અંતે સિટી સર્વેના અધિકારી તરીકે અહીં હાજર મહિલા કર્મચારીની જ રાહમાં અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે. ત્યારે વારંવાર આ પ્રકારે સામાન્ય કામ માટે સિટી સર્વે કચેરી પર ધક્કા ખાયા એક જાગૃત નાગરિક દ્વારા મહિલા કર્મચારીની જો હુકમી અને વારંવાર કોઈપણ જણ વગર ગેરહાજર રહીને મનફાવે તે પ્રકારે નોકરી કરતા હોવાથી ઉચ્ચસ્તરે લેખિત રજૂઆત કરાઈ છે.
- Advertisement -
આ જાગૃત નાગરિક દ્વારા લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે સામાન્ય પરિવારો સિટી સર્વેના કામ અર્થે પોતાના ધંધા રોજગાર પર રજા મૂકીને આખો દિવસ અહીં ધક્કા ખાય છે પરંતુ સમયસર ફરજ પર હાજર રહેવાને બદલે સિટી સર્વેના મહિલા કર્મચારી મન ફાવે ત્યારે અહીં આવે છે અને મનફાવે ત્યારે ચાલ્યા જાય છે જેના લીધે સામાન્ય પરિવારોમાંથી આવતા અરજદારોને સમય વ્યર્થ જાય છે ધંધા રોજગાર બંધ હોવાના લીધે આર્થિક ફટકો પણ પડે છે. આ સાથે કેટલીક વખત અરજદારો પાસે સાથે અચાનક સિટી સર્વેના મહિલા કર્મચારી સાથે મુલાકાત થઈ જાય તો પણ દામ લીધા વગર કોઈ કામ થતું નથી અને અરજદારો પણ અહીં દરરોજ ધક્કા ખાવા કરતા રૂપિયા આપી પોતાનું કામ કઢાવી લેવામાં વધુ આગ્રહ રાખે છે. તેવામાં આ પ્રકારે સિટી સર્વેના મહિલા કર્મચારી દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટેની આખી મોડસ ઓપરેન્ડી ઊભી કરી સામાન્ય પ્રજાને લૂંટવાના ધંધા કરતા હોવાનો લેખિત રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.



