ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયત નવી બનવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજથી જિલ્લા પચાંયતની તમામ કામગીરી મોચી બજાર પાસે જૂની કોર્ટ ખાતેથી કરવામાં આવશે. રાજકોટ જિલ્લા પંચાયતના તમામ પદાધિકારીઓ આજથી જૂની કોર્ટ બિલ્ડીંગમાં બેસશે. આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, આરોગ્ય સમિતિ ચેરમેન લીલાબેન ઠુંમર, સદસ્ય પ્રતિનિધિ મુકેશભાઈ તોગડીયા, નાથાભાઈ વાસાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.