ભારત ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વાહન સુરક્ષા રેટીંગનાં ધોરણો વૈશ્ર્વિક સ્તરના હશે
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારે દેશમાં વાહનો માટે સુરક્ષા રેટીંગ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી છે. જે અંતર્ગત ગઈકાલે મંગળવારે ‘ભારત ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ’ પર સુચનાનો મુસદો જાહેર કર્યો છે. તેમાં વાહનોનાં દુર્ઘટના પરીક્ષણ (ક્રેશ ટેસ્ટ)માં પર્ફોમન્સના આધારે સ્ટાર રેટીંગ આપવાનો પ્રયાસ છે.
- Advertisement -
દેશમાં લાગુ થવા જઈ રહેલા ‘ભારત ન્યુ કાર એસેસમેન્ટ’ પ્રોગ્રામ અંતર્ગત વાહન સુરક્ષા રેટીંગનાં ધોરણો વૈશ્ર્વિક સ્તરના રહેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જુન-2022 માં ‘ભારત ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવા માટે મુસદાને મંજુરી આપી હતી. સરકારનું લક્ષ્ય એક ઓકટોબર 2023 થી આ કાર્યક્રમને લાગુ કરવાનું છે.
બીએનસીએવી કુલ 3.5 ટનથી ઓછા વજન વાળી શ્રેણીમાં એમ-1ના અનુમોદિતા વાહનો પર લાગુ થશે. આ વાહનો દેશમાં બનેલા કે આયાત કરેલા હોઈ શકે છે. સરકારે બીએનસીએસ પર 30 દિવસની અંદર ટિપ્પણીઓ માંગી છે. સુચનાની તારીખથી 30 દિવસની સમાપ્તી બાદ મુસદા નિયમો પર વિચાર કરવામા આવશે.