પ્રમુખ તરીકે ભરતભાઇ જોષીની નિયુક્તિ
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના હોદ્દેદારોના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વેરાવળ શહેર બ્રહ્મસમાજના હોદેદારોની નિમણૂકની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પ્રમુખ તરીકે ભરતભાઈ પી જોશી,સેક્રેટરી તરીકે અનિલભાઈ ઠાકર,ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ થાનકી,જો. સેક્રેટરી રાહુલભાઇ ઉપાધ્યાય,ખજાનચી ભાવેશભાઈ ભટ્ટ, સભ્ય અશ્વિનભાઈ વાયેડા, ભરતભાઈ દવે, સંજીવભાઈ જોશી, ભાર્ગવભાઈ દવે, દિગંતભાઈ દવે, ચિરાગભાઈ પુરોહિતની વરણી કરવામાં આવી છે.નવનિયુક્ત ટીમને પૂર્વ પ્રમુખ કૌશિકભાઈ મહેતા,જીલ્લા પ્રમુખ તુષારભાઈ પંડ્યા, તાલુકા પ્રમુખ વલ્લભભાઈ મહેતાએ શુભકામનાઓ પાઠવી હતી. આ નિમણૂક સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ પ્રભારી અશ્વિનભાઈ ઓઝા તથા રીતેશભાઇ પંડ્યાની ઉપસ્થિતિમાં થઈ હતી.