ટ્રસ્ટનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવતા ટ્રસ્ટના ચેરમેન વિજય રૂપાણી તથા ટ્રસ્ટી અંજલી રૂપાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
ધોરણ 10નું પરિણામ જાહેર થતાં જ શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ અંતર્ગત ચાલતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટના ધો. 10ના 18 બાળકોમાંથી 3 બાળકો બોર્ડમાં ચમક્યા છે તેમજ બધા બાળકો એ-1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલા છે. જેમાં પરસાણા હિત 99.96 પી.આર. (સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથો), રામાણી હિતાંશી 99.95 પી.આર. (સમગ્ર ગુજરાત બોર્ડમાં પાંચમો), સોલંકી ભક્તિ 99.91 પી.આર. (સમગ્ર ગુજરાત બોર્ડમાં નવમો), વસાણી મિશાલ 99.89 પી.આર. (સમગ્ર ગુજરાત બોર્ડમાં અગિયારમો), ડોબરિયા મહિક 99.89 પી.આર. (સમગ્ર ગુજરાત બોર્ડમાં અગિયારમો) ક્રમાંક તેમજ ઠક્કર પ્રખર 99.84 પી.આર., બુસા મનાલી 99.84 પી.આર., લાવડીયા રાજવીર 99.60 પી.આર., ખંભાલીયા રોનક 99.60 પી.આર., દવે સ્મિત 99.55 પી.આર., સોલંકી શ્ર્લોક 99.42 પી.આર., કોટડીયા વ્યોમ 99.35 પી.આર., ધોડકીયા કૃપા 99.35 પી.આર., લક્કડ નૈતિક 99.28 પી.આર., ચૌહાણ નંદન 98.52 પી.આર., આડેસરા ક્રીશ 98.20 પી.આર., મારુ બલવીર 97.99 પી.આર., વાગડીયા માધુરી 97.76 પી.આર. મેળવી ધો. 10ના બધા જ બાળકોએ બોર્ડમાં એ-1 ગ્રેડ મેળવેલા છે. આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા માટે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ બધા જ બાળકોને અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે.
- Advertisement -
સતત 25માં વર્ષે આ પ્રોજેક્ટ અંતર્ગત અભ્યાસ કરતાં બાળકોનું 100 ટકા પરિણામ આવેલ છે. આ અગાઉ પણ આ ટ્રસ્ટના બાળકો બોર્ડમાં નંબર મેળવી ચૂક્યા છે. આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખી છે. આજના આ પરિણામમાં પરસાણા મીત ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100, રામાણી હિતાંશી સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100, સોલંકી ભક્તિ ગણિતમાં 100માંથી 100, વસાણી મિશાલ વિજ્ઞાનમાં 100માંથી 100, ડોબરીયા માહિક ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100, ઠક્કર પ્રખર વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ, દવે સ્મિત ગણિતમાં 100માંથી 100, કોટડીયા વ્યોમ સંસ્કૃતમાં 100માંથી 100, ચૌહાણ નંદન વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ મેળવેલા છે.
વિદ્યાર્થીઓના ઘડતરની વ્યક્તિગત કાળજી લેવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ મહેશભાઈ ભટ્ટ, ડો. મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી, કમિટી મેમ્બર્સ જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, હસુભાઈ ગણાત્રા, રાજુભાઈ શેઠ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ તથા વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, પ્રેમભાઈ જોષી, જ્ઞાનબોધિની શિક્ષકો અંજનાબેન રત્નોતર, અંજનાબેન સારેસા, પૂજાબેન પરમાર જહેમત ઉઠાવે છે.