ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી-20 માટે દરેક લોકો ઉત્સાહિત છે.
સ્ટેડિયમમાં પોતપોતાના દેશોને પ્રોત્સાહિત કરવા માટે ભારે ભીડ છે. જ્યારે પણ ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે મેચ થાય છે ત્યારે દુનિયાભરના લોકોમાં એક અલગ જ ભાવના જોવા મળે છે. ક્રિકેટનો ફિવર સામાન્ય લોકો પર જ નથી, પરંતુ મનોરંજન જગત સાથે જોડાયેલા સ્ટાર્સ પર પણ ક્રિકેટનો ફિવર છે.
ક્રિકેટનો ફિવર સામાન્ય લોકો પર જ નથી, પરંતુ મનોરંજન જગત સાથે જોડાયેલા સ્ટાર્સ પર પણ ક્રિકેટનો ફિવર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે દુબઈના સ્ટેડિયમમાં ઘણા સ્ટાર્સ હાજર હતા.
- Advertisement -
આ બોલિવૂડ સ્ટાર્સે દુબઈમાં લાઈવ મેચ નિહાળી હતી
આ શાનદાર મેચને માણવા માટે બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ દુબઈ પહોંચ્યા હતા અને તેઓએ ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરી હતી. આ મેચ જોવા માટે અક્ષય કુમાર, કેટરિના કૈફ અને રોહિત શેટ્ટી સહિત ઉર્વશી રૌતેલા, પ્રીતિ ઝિન્ટા અને મૌની રોય સહિત ઘણા કલાકારો સ્ટેડિયમમાં હાજર હતા અને લાઇવ મેચની મજા માણતા જોવા મળ્યા હતા.
- Advertisement -
અક્ષય ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યો હતો
અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને તે કેટરીના કૈફ અને રોહિત શેટ્ટી સાથે પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અક્ષય કુમાર ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો. તે સતત ભારતીય ટીમને પ્રોત્સાહિત કરતો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાએ બાઉન્ડ્રી ફટકારતા જ અક્ષય કુમાર સ્ટેડિયમમાં નાચતો જોવા મળ્યો હતો.
ઇન્ડિયાને ચીયર કરવા પહોંચી ઉર્વશી રૌતેલા, પંતે શોટ મારતાં થઇ ટ્રેન્ડ
ટી૨૦ વર્લ્ડકપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ-વોલ્ટેજ મુકાબલો ચાલી રહ્યો છે. પાકિસ્તાનને ભારત તરફથી 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેની સામે પાકિસ્તાને મજબૂત શરૂઆત કરી છે. સ્ટેડિયમમાં બન્ને ટીમોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવામાં બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ મેચ જોવા પહોંચી છે અને તેને જોતા જ રિષભ પંતને લીધે તે ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગી છે.
અભિનેત્રી ઉર્વશી પણ ટીમ ઈન્ડિયાને ચીયર કરતી જોવા મળી હતી. જે બાદ થોડા સમયમાં જ ઉર્વશીએ ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગી હતી. બીજી બાજુ, ઋષભ પંત પાકિસ્તાન સામે ધમાકેદાર શોટ રમી રહ્યો હતો, ત્યારે ઉર્વશી રૌતેલાને ટીવી સ્ક્રીન પર બતાવવામાં આવી હતી. આ સાથે, જ્યારે ઋષભ પંતે ચોગ્ગો ફટકાર્યો, ત્યારે ઉર્વશી રૌતેલાએ સ્ટેન્ડમાં તિરંગો લહેરાવી રહી હતી. ઉલ્લેખનીય છે કે, ઉર્વશીનું નામ ઋષભ પંત સાથે ઘણી વખત જોડાઇ ચૂક્યું છે. આવામાં ટ્વિટર યુઝર્સે તેને લઇને ઘણી પોસ્ટ કરી.
ભારત અને પાકિસ્તાનની મેચમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર રિષભ પંતે શાનદાર ઈનિંગ રમી હતી. પંતે 30 બોલમાં 39 રન બનાવ્યા જેમાં તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પંતે તેની ઇનિંગ જે બે સિક્સ ફટકારી તે તેણે પોતાની શૈલીમાં એક હાથથી ફટકારી હતી.
