કેન્દ્રીય બજેટને આવકારતા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ સહિતના હોદ્દેદારો
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન દ્વારા વધુ એક વખત યુનિયન બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે બજેટને લઈ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવ સહિતના હોદ્દેદારોએ બજેટને આવકાર્યું છે. તેમજ કેન્દ્રીય મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ ફુલ ગુલાબી હોવાનું પણ જણાવ્યું છે. બજેટની અંદર ગરીબ વર્ગથી લઈ તવંગર સુધીના તમામ વર્ગોનો ખ્યાલ રાખવામાં આવ્યો હોવાનું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું છે.
- Advertisement -
તો સાથે જ રાજકોટમાં એન્જિનિયરિંગ ઉદ્યોગ નું હબ આવેલું હોય ત્યારે એમ.એસ.એમ.ઈ સેક્ટર ઉપર પણ બજેટમાં ખાસું એવું ધ્યાન આપવામાં આવ્યું છે. બજેટ ની અંદર પ્રાકૃતિક ખેતી તેમજ સેલરાઈડ પર્સન વિશે પણ ખાસુ ધ્યાન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ સોના ચાંદીમાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવતા જેમ્સ એન્ડ જ્વેલર્સ સેક્ટર બજેટથી થોડોક નાખુશ હોવાનું પણ જણાવ્યું છે.