મોરબીમાં દુર્લભજીભાઈના સમર્થનમાં યુવા નેતા જયેશ રાદડીયાએ જંગી જાહેર સભા સંબોધી
ખાસ-ખબર સંવાદદાતા
ચૂંટણીનો પ્રચાર પૂરો થવાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ટંકારા પડધરી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાની જીત નિશ્ચિત હોય એવો માહોલ રવિવારે જોવા મળ્યો હતો જેમાં મોરબીના ઘુનડા રોડ પર આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં દુર્લભજીભાઈના સમર્થનમાં રવિવારે યુવા નેતા જયેશ રાદડીયાની જંગી જાહેર સભા યોજાઈ હતી. જનમેદની વચ્ચે રાદડીયાએ દુર્લભજીભાઈની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જેને જનતા જનાર્દને હર્ષોલ્લાસથી ઝીલી લીધો હતો જ્યારે જયેશ રાદડીયાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને શાબ્દિક પ્રહારો કરીને આડેહાથ લીધી હતી. આ સભામાં દેથરીયાના સમર્થનમાં જન મેદની ઉમટી પડી હતી. રવિવારે લગ્નસરાની ભારે સીઝન વચ્ચે ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈએ તેમનો ચૂંટણી પ્રવાસ યથાવત રાખ્યો હતો. ગામડાઓમાં ઠેર ઠેર કુવારિકાઓએ કુમકુમ તિલકથી દુર્લભજીભાઈનું સ્વાગત-સામૈયું કર્યું હતું અને ભાજપની જીતના જશ્નનું જાણે રિહર્સલ હોય તેવો માહોલ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. લોકોનો પ્રચંડ સ્નેહ જોતા દેથરીયાએ પણ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે ગામડાના લોકોને ભારતીય જનતા પાર્ટીના વિકાસ કાર્યો પર ભરોસો છે ત્યારે ડબલ એન્જીનની સરકાર તેમના ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવવાના તમામ પ્રયાસો કરશે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને તમામ ગામોમાંથી જે રીતે ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે ત્યારે મારી થનારી જીતનો સઘળો શ્રેય જનતા-જનાર્દનને હું અત્યારથી જ આપું છું.
- Advertisement -
દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય બનતા ટંકારા-પડધરીના સર્વાંગી વિકાસ શક્ય બનશે: ડૉ. દીપિકા
ભાજપ મહિલા મોરચાનાં પ્રદેશ પ્રમુખ ડો. દીપિકા સરવડાની સભા યોજાઈ
ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાના સમર્થનમાં મહિલા સંમેલન-રેલી યોજાઈ : મહિલા કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા-પડધરી વિધાનસભા મતવિસ્તારમાં ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાના સમર્થનમાં ભાજપ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. દીપિકા સરવડાએ એક મહિલા યોજી જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં જે પણ સુવિધાનો અભાવ હશે તે પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે, દુર્લભજીભાઈ ધારાસભ્ય બનતા સમગ્ર પંથક વિકાસનો થશે તેવું તેમણે આશ્વાન આપ્યું હતું. આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં ટંકારા રિવર્સ વિકાસ કરી રહ્યું હોય તેવી પ્રતીતિ લોકોને થઇ રહી છે અને લોકો વિકાસને ઝંખી રહ્યાં છે ત્યારે વિધાનસભા 66 ટંકારા-પડધરીના ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયાને જંગી બહુમતીથી જીતાડવા માટે ટંકારા તાલુકાના પ્રભુચરણ આશ્રમ ખાતે મહિલા સંમેલન યોજાયું હતું. જે બાદ વિરાંગના રેલી યોજાઇ હતી. આ સમગ્ર કાર્યક્રમ અંગે મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. દીપિકા સરડવાએ મીડિયાને જણાવ્યું હતું કે, આજે દુર્લભજીના સમર્થનમાં મહિલાઓની વિશાળ વિરાંગના બાઈક રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહિલા કાર્યાલયનું ઉદ્દઘાટન પણ કરવામાં આવ્યું છે.