www.rmc.gov.in પર થી ડાઉનલોડ કરી શકાશે
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આપણા દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં રેસકોર્સ ખાતે “રંગોની રમઝટ – રંગોળી સ્પર્ધા”નું તા. ૦૩-૧૧-૨૦૨૧ થી ૦૫-૧૧-૨૦૨૧ સુધી આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં ચિત્રકારો દ્વારા વ્યક્તિગત રીતે અને સમૂહમાં (ગ્રુપમાં) એમ બે રીતે ભાગ લેવામાં આવેલ. આ સ્પર્ધામાં કુલ ૩૯૫ ચિત્રકારો દ્વારા ભાગ લેવામાં આવેલ જે પૈકી ૩૩૫ વ્યક્તિગત અને ૬૦ સમૂહ(ગ્રુપ) દ્વારા ભાગ લેવામાં આવેલ.
- Advertisement -
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Twitter એકાઉન્ટને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
.
TWITTER – https://twitter.com/khaskhabarrjt
સ્પર્ધાને અંતે વ્યક્તિગત કેટેગરીમાં ૫ અને સમૂહ(ગ્રુપ) કેટેગરીમાં ૫ એમ કુલ ૧૦ વિજેતાઓ જાહેર કરવામાં આવેલ તેમજ આ તમામ ચિત્રકારોને પુરસ્કાર આપવામાં આવેલ છે. સ્પર્ધામાં ભાગ લેનાર ચિત્રકારોને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે વિજેતા તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે, સ્પર્ધકો www.rmc.gov.in પર થી ઇ-સર્ટીફીકેટ ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવેલ છે.



