અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં શરૂ થશે. અયોધઅયાના રસ્તાથી શ્રદ્ધાળુઓના જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે. આજ થનારા કાર્યક્રમમાં સામેલ થવા આધ્યાત્મિક ગુરૂ, અભિનેતા, રાજનેતા સહિત અનેક શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા છે. જેને લઇને વિશ્વના વિવિધ દેશોમાં પ્રાણ પ્રતિષ્ઠના લાઇવ દેખાડવામાં આવશે, તેમજ વિવિધ મંદિરોમાં વિશેષ ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, દુબઇ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિત કેટલાય દેશોમાં લોકો સુંદરકાંડ અને રામચરિત માનસના પાઠ કરી રહ્યા છે.
- Advertisement -
ન્યૂયોર્ક ટાઇમ્સ સ્કેવરમાં લાડુનો પ્રસાદ વહોંચવામાં આવ્યો
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના સમારોહ પહેલા ઓવરસીઝ ફ્રેંડસ ઓફ રામ મંદિરના સભ્યોએ રવિવારના ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કવેરમાં લાડુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો. સંસ્થા સાથે જોડાયેલા સભ્યો પ્રેમ ભંડારીએ જણાવ્યું કે, અમેરિકામાં પણ લોકો ઘણા ઉત્સાહિત છએ. ધૂમધામથી લોકો આ દિવસ મનાવી રહ્યા છે. દુનિયાભરના લોકો આ આયોજનમાં જોડાવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. અમે ક્યારય વિચાર નહોતો કર્યો કે, અમારા જીવનકાળમાં આ દિવ્ય ક્ષણના અમે સાક્ષી બનીશું. અમેરિકાના ટાઇમ્સ સ્કવેર સમગ્ર ઉજવણીમાં ડૂબેલું છે. આ અયોધ્યા સ્વર્ગથી પણ સુંદર લાગી રહ્યું છે. અમેરિકાના પ્રવાસી ભારતીયોએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહ પહેલા ન્યૂ જર્સીના મોનરોમાં ઓમ શ્રી સાઇ બાલાજી મંદિરમાં પ્રાર્થના કરવામાં આવી છે.
#WATCH | Indian diaspora in the United States offer prayers at Om Sri Sai Balaji Temple, Monroe in New Jersey ahead of the Pran Pratishtha ceremony at Ram Temple in Ayodhya. pic.twitter.com/8olC2juYOm
— ANI (@ANI) January 22, 2024
- Advertisement -
આ દિવાળીથી પણ ખાસ ઉત્સવ છે
વિદેશમાં હાજર લોકો કહે છે કે, આ માહોલને જોઇને અમે પણ અયોધ્યામાં હાજર હોય તેમ લાગી રહ્યું છે. આ દિવાળીથી પણ ખાસ ઉત્સવ છે. અમેરિકાના 1100 મંદિરોમાં સુંદરકાંડ અને રામચરિત માનસના પાઠ કરવામાં આવી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સ સ્કવેરથી બોસ્ટન સુધી વોશિંગ્ટન ડીસી લોસ એન્જાલિસ અને સેન ફ્રાંસિસ્કોમાં પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યા છે.
અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમના સીધા પ્રસારણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટેક્સાસ, ઇલિનોઇસ, ન્યૂયોર્ક,ન્યૂ જર્સી અને જોર્જિયો સહિત કેટલાય અમેરિકી રાજ્યોમાં બિલબોર્ડ બનાવવામાં આવ્યા છએ.