ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યભરમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે અને તેનું જોર સાવ નહીંવત્ થઈ જવાથી લોકો રાહત અનુભવી રહ્યા છે. રાજ્યમાં ઠેર-ઠેર સામાન્ય જનજીવન રાબેતા મુજબનું થઈ ગયું છે. ખેડૂત આલમ પણ વરસાદે વિરામ લેતા તેના ખેતીકામમાં ઉત્સાહપૂર્વક જોતરાઈ ગયો છે. જોકે હવે વરસાદના ચોથા રાઉન્ડની આગાહીએ જોર પકડ્યું છે. આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 5 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે.
- Advertisement -
કચ્છમાં ભારે પવન સાથે પડશે વરસાદ
સ્થાનિક હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં છૂટછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ હવામાન વિભાગે કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગના જણાવ્યું કે, છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની સંભાવના છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે. હવામાન વિભાગ ઉપરાંત કેટલાક હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ફરી સાયક્લોનિક સર્ક્યુલેશનની જોવા મળશે અને ઓગસ્ટના આ પહેલા અઠવાડિયામાં રાજ્યને મેઘરાજા ધમરોળશે તેવી આગાહી કરી છે.
આજે આ વિસ્તારોમાં ખાબકી શકે છે વરસાદ
આજે ગુજરાતના વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, જામનગરમાં વરસાદની આગાહી છે.
- Advertisement -
6 ઓગસ્ટે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
6 ઓગસ્ટે પાટણ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદામાં વરસાદની શક્યતા છે.