ઈન્ચાર્જને કાયમી કુલપતિની જેમ વિશેષ સત્તાઓ નથી, તેથી દરેક નિર્ણય માટે સિન્ડિકેટની મંજૂરી જરૂરી
સેનેટની ચૂંટણી ન થતા પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લએ કુલપતિને પત્ર લખી સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરીને લેવાયેલા નિર્ણયો પરત ખેંચવા માગ કરી
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 56માં સ્થાપના દિનથી ફરી વિવાદમાં આવી છે. સેનેટની ચૂંટણી ન થતા ભાજપ કોંગ્રેસના કુલ 7 સિન્ડિકેટ સભ્યોના પદ છીનવાઇ જતા બીજા જ દિવસથી ભાજપના પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લએ ઇન્ચાર્જ કુલપતિ અને કાર્યકારી રજિસ્ટ્રારને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે. નેહલ શુક્લએ પત્ર લખી તાત્કાલિક ધોરણે સ્ટેચ્યુટ અને ઓર્ડિન્સનો ભંગ કરીને લેવાયેલ નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી માગ કરી છે.
નેહલ શુક્લે પત્ર લખી માંગ કરી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ટ મુજબ જ્યારે પૂર્ણ સમયના કુલપતિની નિમણૂક થતી નથી ત્યારે કુલાધિપતિ કોઇપણ એક ડીનને કુલપતિની ચાર્જ સોંપે છે. પરંતુ તેને કાયમી કુલપતિની જેમ વિશેષ સત્તાઓ મળતી નથી, તેમણે પોતાના દરેક કાર્યો એક માસની અંદર સિન્ડિકેટ બોલાવીને તેમાં મંજૂર કરાવવા જ પડે તેવો નિયમ છે. કુલપતિ દ્વારા આ નિયમનો સદંતર ઉલાળિયો કરાયો જ છે, પરંતુ ઘણા બધા એક્ટ વિરુદ્ધના નિર્ણયો લેવાયેલા છે તે તાત્કાલિક રદ કરી અને આ નિર્ણયને લીધે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કોઈપણ આર્થિક નુકસાન થયું છે તો તેના માટે પણ આપની અને ખોટો ગેરકાયદેસર અભિપ્રાય આપનાર અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી રહેશે જ તેવું આપને સ્પષ્ટ લેખિતમાં આપીએ છીએ.
આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, સત્ય આજે નહીં તો થોડા સમય પછી બહાર જરૂર આવે જ છે તે વાત કોઈ કર્મચારીએ ભૂલવી નહીં. આ સિવાય પ્લેસમેન્ટથી ભરતી કરાયેલા કર્મચારીઓમાં આપે જે સમયસર પંચ ન કરે તો તેનો અડધા દિવસનો પગાર કાપવાનો જે લેખિત આદેશ કર્યો છે તે લેબર લોની સંપૂર્ણ વિરુદ્ધ છે. અમાનનીય અને શોષણકર્તા છે તેને તાત્કાલિક રદ કરો અને જેને પણ આ ગેરકાયદેસર નિર્ણય લીધો છે તે સૌ પર પગલા લેવામાં આવે.