કોંગ્રેસના આગેવાનોએ ડરપોક સત્તાધીશોને બંગડીઓ આપી ઉગ્ર વિરોધ દર્શાવ્યો
આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણા સમયથી પેપર કાંડ સહિતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે એનએસયુઆઇ દ્વારા યુનિ.ના કુલપતિની ઓફિસને બાનમાં લીધી હતી. ત્યાર બાદ કુલપતિ અને રજીસ્ટ્રારે ર4 કલાકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા લેખિત બાહેંધરી આપી હતી. ત્યાર બાદ કોંગ્રેસના આગેવાનોએ પણ ડરપોક સત્તાધીશોને બંગડીઓ આપી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
- Advertisement -
આ રજુઆતમાં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત, શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મુકુંદ ટાંક, કેતન જારીયા તેમજ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મયુર વાંક, ગોપાલ બોરાણા અને NSUIના અભિરાજ તલાટીયા, મિત પટેલ, જીત સોની, સાર્થક રાઠોડ, તાહિરભાઈ સહીત કાર્યકરો જોડાયા હતા.