અલીગઢની મીટ ફેક્ટરીમાં આજે એમોનિયા ગેસ લીકેજ થયો છે. ગેસ લીક થવાના કારણે 100થી વધુ કર્મચારીઓ બેભાન થઈ ગયા હતા.
અલીગઢની મીટ ફેક્ટરીમાં આજે એટલે કે ગુરુવારે એમોનિયા ગેસ લીકેજના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફેક્ટરીમાં આ ગેસ લીક થવાના કારણે 100થી વધુ કર્મચારીઓ બેભાન થઈ ગયા હતા. જેમાં મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. તેમને જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના રોરાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલ દુઆ મીટ ફેક્ટરીમાં બની હતી. જાણકારી પર પ્રશાસન ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્યમાં લાગી ગયુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે લાંબા સમય સુધી ફેક્ટરી માલિકે આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
- Advertisement -
45 દર્દીઓ દાખલ
જાણકારી અનુસાર, રોરાવર પોલીસ સ્ટેશન વિસ્તારના મથુરા બાયપાસ પર સ્થિત અલ દુઆ મીટ ફેક્ટરીમાં અચાનક એમોનિયા ગેસ લીક થવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એમોનિયા ગેસ લીક થતાં કારખાનામાં ભાગદોડ મચી ગઈ હતી. જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં લગભગ 45 દર્દીઓ દાખલ થયા છે. અન્ય મજૂરોની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં ઘણા બાળકો પણ બેહોશ થઈ ગયા છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
UP | Info received about an ammonia gas leak in a meat factory in Rorawar area where mostly women engaged in packaging work. Around 50 people were admitted to a medical college after they complained of breathing difficulties. Doctors confirmed that everyone is stable: Aligarh DM pic.twitter.com/7JDZSOUne7
- Advertisement -
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 29, 2022
દર્દીઓને દાખલ કરવામાં આવ્યા
ઘટનાની જાણકારી પર જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દ્ર વિક્રમ સિંહ ઉપરાંત એસએસપી કલાનિધિ નૈથાની પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે અલ દુઆ મીટ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થયો છે. આ કારણે અનેક લોકો બેહોશ થઇ ગયા છે. દર્દીઓને જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પાછળનું કારણ શું છે, આ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ કારખાનામાં કામ કરતા મજૂરોના પરિવારજનોનો સંપર્ક સાધવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
બેભાન મજૂરોની તાત્કાલિક સારવાર માટે કહેવામાં આવ્યું
જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજના ડોકટરોને બેભાન મજૂરોની તાત્કાલિક સારવાર શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. કામદારોને બસ મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, હોસ્પિટલ પ્રશાસન અલગથી બેડ વધારવાની વિચારણા કરી રહ્યું છે. સાથે જ હોસ્પિટલ સ્ટાફને દર્દીઓની યોગ્ય કાળજી લેવા સૂચના આપવામાં આવી છે.
थाना रोरावर- फैक्ट्री में लीकेज का प्रकरण – जिलाधिकारी व वरिष्ठ पुलिस अधीक्षक ने तत्काल अस्पताल व फैक्ट्री का मुआयना किया फैक्ट्री को खाली कराया गया और रिसाव को रोका गया,स्थिति सामान्य है,प्रभावित लोगों का इलाज चल रहा है इस संबंध में जिलाधिकारी अलीगढ़ की बाइट @Uppolice pic.twitter.com/rftOBjLIBo
— ALIGARH POLICE (@aligarhpolice) September 29, 2022
ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
ઘટના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર ફેક્ટરીમાં કામ કરતા અન્ય મજૂરોની પૂછપરછ કરી રહ્યું છે. ફેક્ટરીમાં ઝેરી ગેસ કેવી રીતે લીક થયો તે પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ કામમાં પોલીસ પ્રશાસન પણ પોતાનું સમર્થન આપી રહ્યું છે. આ કેસમાં જે પણ દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.