પૂર્વ-સૈન્ય અધિકારીઓનું ચોંકાવનારું નિવેદન
ખાસ-ખબર સંવાદદાતા
26 જુલાઈ 2023ના દીવસે અમેરિકી કોંગ્રેસે યુ.એસ. નેવીના બે અને આર્મીના એક પૂર્વ અધિકારીઓની એલિયન્સ અને તેમના સ્પેસક્રાફ્ટ અંગે પૂછપરછ કરી હતી તેમાં તે ત્રણેએ ’એલિયન્સ’ અને યુએફઓ (અનઆઇડેન્ટીફાઇડ ફલાઇંગ ઓબ્જેક્ટ) વિષે આંચકાજનક માહિતી આપી હતી.
- Advertisement -
અમેરિકામાં હવે યુ.એફ.ઓ.ને બદલે ’અનઆઇડેન્ટીફાઇડ એનોમેલસ ફીનોમીના’- યુએપી શબ્દપ્રયોગ છે. અમેરિકી સરકાર સતત તે લોકો સાથે વાતચીત કરી રહી છે કે જેઓ ’બીજી દુનિયાના’ ઉડનારા સ્પેસશિપ્સ જોયા છે, કે તેમનો સામનો કર્યો છે.યુ.એસ. નેવીના કે. રીવાનગ્રેવ્સ, ડેવિડ ટ્રેવર અને ભૂમિદળના કોમ્બેટ ઓફિસર તથા પેન્ટાગોનના ઇંટેલિજન્સ ઓફિસર ડેવીડ ક્રાશે પોતપોતાના નિવેદનો આપ્યા હતા. ત્રણેને એલિયન જહાજોનો પણ સામનો થયો હતો તેમણે તે અમેરિકી રિ-પ્રેઝન્ટેટીવ (સંસદ) અને ગ્રોથમેને કહ્યું કે, ’અમે સંરક્ષણ વિભાગ તરફથી એલિયન્સ અંગે પારદર્શિતા ઇચ્છીએ છીએ. અમે જાણીએ છીએ કે યુ.એફ.ઓ.નો મામલો બહુસ્તરીય છે.
ત્રણે સેના અધિકારીઓએ કહ્યું કે, તેમણે એલિયન- વાનો જોયા છે. તેનો પીછો પણ કર્યો છે તેમનો સામનો પણ થયો છે.
તે અંગે સાંસદ જેરેડ ખોરકોવિટ્ઝે કહ્યું કે, ’અમાનવીય ઇંટેલિજન્સ’નો પત્તો તો મેળવવો જ જોઈએ. રાષ્ટ્રના તે વિષેના ગુપ્ત દસ્તાવેજો પણ જન-સામાન્ય માટે ખુલ્લા મૂકવા જોઈએ. ડેવિડ ગ્રશે કહ્યું કે, મેં કેટલાય દશકો દરમિયાન યુ.એફ.ઓ. જોયા છે. તેમને ક્રેશ થતા પણ જોયા છે સાથે તેમનું રીવર્સ એન્જિનિયરીંગ પણ જોયું છે. જ્યારે હું 2019થી 2021 દરમિયન યુએપી ટાસ્ક ફોર્સમાં હતો ત્યારે જ મેં યુ.એફ.ઓ. સાથે સંલગ્ન કિસ્સાઓ જાહેર કરવાની વાત કરી હતી. આ ઉપરાંત ડેવીડ ગ્રોને કહ્યું કે, અમેરિકાની પાસે એડવાન્સ ટેક સ્પેસ પ્રોગ્રામ છે જે ગુપ્ત રીતે ચલાવવામાં આવે છે તે કોંગ્રેસની નજર બહાર છે. (તેથી) હું એલિયન્સ સાઇટસની માહિતી સાર્વજનિક કરી શકું નહીં. આ ત્રણે અધિકારીઓએ કહ્યું કે, અમેરિકી સરકાર એલિયન્સ અને યુ.એફ.ઓ. વિષેની માહિતી છુપાવી રહી છે. એલિયન્સ જેવા દેખાતા જીવ મળ્યા છે તેમના અંગો મળ્યા છે. અમાનવીય ચીજો મળી છે પરંતુ તે અંગે કોઈને સીધી માહિતી અપાતી નથી.