યુએસ સરકાર એલિયન્સ અથવા UFOની સાચી ઘટનાઓને છુપાવી રહી છે
સાઇબિરીયામાં સોવિયેત સૈનિકો ઉપરથી એક ઉડતી રકાબી નીકળી ત્યારે પહેલા સૈનિકોએ તેના પર મિસાઇલ ચલાવી હતી : રિપોર્ટમાં દાવો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
- Advertisement -
એલિયન્સ પૃથ્વી પર આવ્યા હતા અને આવતા રહે છે એવું ઘણીવાર તમે પણ વાંચ્યું કે સાંભળ્યું હશે. એલિયન્સના પૃથ્વી પર આવ્યાના ઘણીવાર પુરાવા પણ રજૂ થયા છે. અને તેના વિશે ઘણી વાર્તાઓ પણ થતી રહે છે. અમેરિકામાં એલિયન્સની હાજરીના રિસર્ચ માટે એક અલગ સંસ્થા પણ કાર્યરત છે.
ઘણા ભૂતપૂર્વ અધિકારીઓએ દાવો કર્યો છે કે યુએસ સરકાર એલિયન્સ અથવા યુએફઓની સાચી ઘટનાઓને છુપાવી રહી છે. ઘણા યુએસ સરકારી દસ્તાવેજોમાં એલિયન્સ અથવા યુએફઓની તપાસ દરમિયાન થતા વિચિત્ર અનુભવોનો પણ ઉલ્લેખ છે. હવે એક રિપોર્ટ આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એક સમયે એલિયન્સ અને સોવિયેત સૈનિકો વચ્ચે સામસામે ઝઘડો થયો હતો. અને જેમાં એલિયન્સે સૈનિકોને પથ્થરમાં ફેરવી દીધા હતા.આ ફાઇલ હાલ વાયરલ થઈ રહી છે. એલિયન્સ શું ખરેખર પૃથ્વી પર આવ્યા હતા કે આ માત્ર દાવો છે?
એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે આ ઘટનાનો ઉલ્લેખ અમેરિકન ગુપ્તચર એજન્સી ઈઈંઅ ની ક્લાસિફાઈડ ફાઇલમાં કરવામાં આવ્યો છે. પરંતુ આ અહેવાલ સૌપ્રથમ સોવિયેત યુનિયનની ગુપ્તચર એજન્સી ઊંૠઇ તરફથી આવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાઇબિરીયામાં બનેલી આ ઘટના વિશેની જાણકારી એમની પાસેથી મળી હતી કે જેઓ તે ટુકડીમાંથી ભાગી ગયા હતા અને તેઓ ઉડતી રકાબી સાથે અથડાયા હતા.
આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સાઇબિરીયામાં સોવિયેત સૈનિકો ઉપરથી એક ઉડતી રકાબી નીકળી ત્યારે સૈનિકોએ તેના પર મિસાઇલ ચલાવી હતી અને ત્યારબાદ તે ઉડતી રકાબી જમીન પર પડી હતી. તેમાંથી પાંચ લોકો બહાર આવ્યા અને ભેગા મળીને એક મોટી વસ્તુ બનવી હતી. તેમના પર થયેલા મિસાઇલ હુમલાના જવાબમાં તેમણે 25 માંથી 23 સૈનિકોને પથ્થરમાં ફેરવી દીધા હતા. જ્યારે બે સૈનિકો બચી ગયા હતા અને તેમના નિવેદનોના આધારે આ ઘટનાનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું. જ્યારે આ ઉડતી રકાબી જમીન પર ઉતરી તો તેમાંથી પાંચ લોકો જમીન પર આળોટતા બહાર આવ્યા અને સફેદ ચમકદાર ગોળામાં ફેરવાઈ ગયા પછી વિસ્ફોટ થયો જેના કારણે ત્યાં હાજર 23 સૈનિકો પથ્થરમાં ફેરવાઈ ગયા. પરંતુ છાંયડાની આડમાં ઉભેલા બે સૈનિકો આ હુમલામાં બચી ગયા. ઊંૠઇ રિપોર્ટ મુજબ ઞઋઘ અને પથ્થરમાં ફેરવાયેલા સૈનિકોના અવશેષોને મોસ્કો નજીક એક વૈજ્ઞાનિક સંશોધન સંસ્થામાં લઈ જવામાં આવ્યા હતા.
નિષ્ણાતો કહે છે કે ઉર્જાનો શક્તિશાળી સ્ત્રોત કોઈ અજાણ્યા હથિયારમાંથી આવ્યો હશે જેણે જીવતા સૈનિકોને પત્થરમાં ફેરવી દીધા. આ ઈઈંઅ દસ્તાવેજ 2000 માં જાહેર કરવામાં આવ્યો હતો. જો કે આ ફાઇલમાં માત્ર એલિયન્સ પૃથ્વી પર આવ્યા હતા તે વાતનો દાવો કરવામાં આવ્યો છે પણ જો રશિયા આ વાતની પુષ્ટિ કરે છે તો તે ખૂબ જ ચિંતાજનક બાબત બની શકે છે. આનો અર્થ એ થાય કે એલિયન્સને એવા શસ્ત્રો અને ટેકનોલોજી છે જે આપણા માનવોની કલ્પનાની બહાર હોય.