આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાહકોને આ ટ્રેલર પસંદ આવી રહ્યું છે.
આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. નોંધનીય છે કે રણવીર અને આલિયાની જોડી ફરી એક વખત મોટા પડદા પર જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન કરણ જોહરે કર્યું છે. એ વાત તો નોંધનીય છે કે ફિલ્મનું ટીઝર અને ગીત થોડા સમય પહેલા રિલીઝ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
રોકી અને રાનીની લવસ્ટોરીના ટ્રેલરમાં રણવીર સિંહની ફની સ્ટાઈલ જોવા મળી રહી છે. આ ટ્રેલરમાં બતાવવામાં આવી રહ્યું છે કે બંનેના પરિવાર ખૂબ જ અલગ છે, પરંતુ આલિયા અને રણવીર એકબીજાના પરિવારમાં પોતાને એડજસ્ટ કરવા માટે 3 મહિના સુધી એકબીજાના ઘરે રહે છે. ચાહકોને આ ટ્રેલર પસંદ આવી રહ્યું છે. ટ્રેલરની શરૂઆતમાં બતાવવામાં આવ્યું છે કે આલિયા રણવીરની કારને ટક્કર મારે છે. આ ટ્રેલરમાં તમને ડ્રામા, રોમાન્સ, મસ્તી જોવા મળી રહી છે.
ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત આલિયા ભટ્ટ, જયા બચ્ચન, શબાના આઝમી અને ધર્મેન્દ્ર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરમાં ઈમોશન, ડ્રામા અને મસાલા બધું જ જોવા મળી રહ્યું છે. ટ્રેલરમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ અલગ-અલગ અવતારમાં બતાવવામાં આવી છે. ટ્રેલર જોઈને તમને ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ યાદ આવી જશે. આ કલરફુલમાં આલિયા અને રણવીર વચ્ચેના પ્રેમ અને મશ્કરીને ખૂબ જ અલગ રીતે રજૂ કરવામાં આવી છે. મેકર્સે ફિલ્મનું ટીઝર એવી રીતે બનાવ્યું છે કે દરેક સીનમાં સસ્પેન્સ જોવા મળશે.
- Advertisement -
કરણ જોહરે શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’થી દિગ્દર્શક કારકિર્દીની શરૂઆત કરી હતી. બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક તરીકે કરણ જોહર તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની સાથે બોલિવૂડમાં 25 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે.