રાષ્ટ્રીય સ્તરે વાહનચાલકો માટે RTO નવી સિસ્ટમ ઊભી કરવા જઈ રહ્યું છે
લાઇસન્સ અને RC સાથે દરેક વાહનચાલકોએ મોબાઇલ નંબર ફરજિયાત લિંક કરાવવો પડશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જો તમારા વાહનનું પીયુસી, ફાસ્ટટેગ કે વીમો એક્સપાયર થતો હશે અથવા તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ રિન્યૂ કરવાનું હશે, તો અવધિ પૂરી થતાં પહેલાં જ તમારા મોબાઈલ ફોન ઉપર મેસેજ આવી જશે. કરોડો વાહનચાલકો માટે RTO નવી સિસ્ટમ ઊભી કરવા જઈ રહ્યું છે. દરેક વાહનચાલકે પોતાની રીતે વાહન વ્યવહાર વિભાગની વેબસાઇટ પર જઈને પોતાનો મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો આવનારા સમયમાં ભારે દંડ પણ ભરવાનો વારો આવી શકે છે. ઘણી વખત ટ્રાફિક પોલીસ ડ્રાઇવ ચલાવે અને વાહનોનું સઘન ચેકિંગ કરે ત્યારે ફિટનેસ સર્ટિફિક્ટથી માંડીને વીમો, પીયુસી તેમજ વાહનચાલકના ડ્રાઇવિંગ લાઇસન્સ બાબતે ગેરરીતિ સામે આવે છે. આવા સમયે વાહનચાલકો પણ ઘણી બહાનેબાજી કરતા હોય છે. એટલા માટે જ હવે રાષ્ટ્રીય સ્તરે વાહનવ્યવહાર વિભાગે વિદેશ જેવી સિસ્ટમ ઊભી કરવાનો નિર્ણય લીધો છે. વિશ્વના ઘણા દેશોમાં વાહનના વીમા, ફિટનેસ, લાઇસન્સ રિન્યૂઅલ સહિતની અનેક જરૂરી બાબતો માટે વાહનવ્યવહાર વિભાગ દ્વારા જખજ અને ઇમેઇલ મારફતે જાણકારી આપવામાં આવે છે. હવે આ જ પ્રકારે આપણા દેશમાં પણ વાહનચાલકોને ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનને લગતી તમામ માહિતી બાબતે આગોતરી સૂચનાઓ આપી માહિતગાર કરવામાં આવશે.
ગુજરાતની ઘણી છઝઘમાં એજન્ટો વગર કામ ન થતાં હોવાની ફરિયાદો ભૂતકાળમાં પણ આવી ચૂકી છે. વળી, છઝઘમાં વાહનની માલિકી ટ્રાન્સફર ફરાવવી કે ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવાની કામગીરીમાં ખૂબ સમય જતો હોય છે. આથી મોટાભાગના લોકો આ પ્રકારની કામગીરી એજન્ટો પાસે કરાવે છે. છઝઘએ પારદર્શિતા જાળવવા માટે આવી કામગીરીમાં ઘઝઙ મોકલવાની સિસ્ટમ પણ રાખી છે. પરંતુ ઝડપી કામ પૂરા કરવાની લ્હાયમાં ઘણા એજન્ટો વાહનના રજિસ્ટ્રેશનની વિગતોમાં પોતાનો અંગત મોબાઇલ નંબર લખી દેતા હોય છે. પરિણામે છઝઘના કોઈપણ પ્રકારના મેસેજ વાહનમાલિક કે લાઇસન્સધારકના મોબાઇલ નંબરને બદલે એજન્ટના ફોન નંબર ઉપર જતા હોય છે. એટલે સમયસર કોઈ માહિતી ન મળતા છેવટે તો વાહનમાલિક કે લાઇસન્સધારકને જ હેરાનગતિનો સામનો કરવો પડે છે.
આવી તમામ પ્રકારની ગેરરીતિ કે ગફલત ટાળવા માટે કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રાલયે નવી સિસ્ટમ અમલમાં મૂકી છે. તમે પણ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને માત્ર ચાર સ્ટેપમાં ખૂબ સરળતાથી મોબાઇલ નંબર લિંક કરી શકો છો. આ કામગીરી કરવામાં પાંચ મિનિટ કરતા પણ ઓછો સમય લાગશે. વાહનચાલકનો મોબાઈલ નંબર એક વખત અપડેટ થઈ જશે ત્યાર બાદ જે તે વાહનનું પીયુસી, ફિટનેસ કે પછી કોઈ ચલણ ઇશ્યૂ થાય, આ તમામ માહિતી વાહનચાલકના આધારકાર્ડ સાથે લિંક્ડ મોબાઈલ નંબર પર મેસેજ થકી મળી જશે. લોકોને ફાયદો એ મળશે પિયુસી, લાઇસન્સ એક્સપાયર થાય, આરસી બુક, તેમજ ફિટનેસ અને વેલિડિટી એક્સપાયર થતી હોય એ તમામ મેસેજ ફોન પર મળી રહેશે. નવી પદ્ધતિ સંપૂર્ણ રીતે લાગુ થયા પછી ગુજરાતભરમાં જેટલા પણ વાહનો રાજ્યમાં રજિસ્ટર થયેલા છે, જેટલા પણ લાઈસન્સનો ડેટા રજિસ્ટર થયેલો છે, આમાં કોઈ ગુનાખોરીમાંથી કોઈ પકડાશે તો એનું પણ ટ્રેકિંગ સરળતાથી કરી શકાશે.
- Advertisement -
RTOમાં મોબાઇલ નંબર લિંક કરવાની ઑફ્ફલાઇન પ્રક્રિયા
નજીકના આરટીઓ કચેરી પર જઇ આધાર-લિંકિંગનું ફોર્મ ભરવું
ફોર્મમાં ડ્રાઇવિંગ લાયસન્સ અને આધારની વિગતો ભરવી
ફોર્મની સાથે આધારકાર્ડ અને લાયસન્સની કોપી જમા કરાવી
તપાસ પૂર્ણ થયા બાદ એસએમએસ દ્વારા માહિતી અપડેટ થયાની જાણકારી મળશે
ઘર બેઠા મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા
sarthi.parivahan.gov.in
vahan.parivahan.gov.in
આ બંનેમાંથી કોઇ એક વેબસાઇટ ઓપન કરવી
વેબસાઇટ ઓપન કરતા બે પોર્ટલના ક્યુઆર કોડ જોવા મળશે
પોર્ટલની લિંક પર ક્લિક કરતા તેમાં ફોર્મ
ઓપન થશે
ફોર્મમાં વાહનનો રજિસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર, એન્જિન નંબર સહિત કુલ 6 વિગત ભરવાની રહેશે



