ભારતીય હવામાન વિભાગે કહ્યું, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ઊંડા દબાણનો વિસ્તાર મંગળવારે સાંજે ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’માં ફેરવાઈ ગયો
વાવાઝોડાં ‘બિપોરજોય’ને લઇ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ઊંડા દબાણનો વિસ્તાર મંગળવારે સાંજે ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’માં ફેરવાઈ ગયો છે. IMD એ આગાહી કરી છે કે, બિપોરજોય આગામી 6 કલાક દરમિયાન ઉત્તર તરફ આગળ વધશે.
- Advertisement -
IMD એ આજે આ અંગે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આના કારણે 24 કલાકમાં મુંબઈ, થાણે અને પાલઘર સિવાય કોંકણના તટીય વિસ્તારોમાં રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે. માછીમારોને પણ ચક્રવાત બિપરજોય વિશે ચેતવણી આપવામાં આવી છે.
જાણો શું છે હવામાન વિભાગની આગાહી ?
ચક્રવાત ‘બિપોરજોય’ એ ઓછા દબાણનો વિસ્તાર છે, જે હાલમાં દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે. આગામી 48 કલાકમાં તે ડિપ્રેશનમાં વધુ તીવ્ર થવાની ધારણા છે અને બાકીના 72 કલાકમાં તે ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. ચક્રવાતનો ટ્રેક હજુ સ્પષ્ટ થયો નથી. ચક્રવાત ‘બિપોરજોય’ આ સિઝનમાં અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રથમ ચક્રવાત છે. ‘બિપોરજોય’ નામ બાંગ્લાદેશે આપ્યું છે. કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે 8 થી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. દરિયામાં ઉતરેલા માછીમારોને કિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.
VIDEO | "Fishermen have been advised not to venture into the (Arabian) sea and this warning will continue till the cyclone makes a landfall," says Sunil Kamble, Head, Regional Meteorological Centre, Mumbai on Cyclone Biparjoy. pic.twitter.com/QCH3cKb9Ft
- Advertisement -
— Press Trust of India (@PTI_News) June 6, 2023
બિપોરજોયના કારણે ગુજરાતમાં પણ એલર્ટ
‘બિપોરજોય’ ચક્રવાતના ખતરાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ સાવચેતીના પગલાં શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતના તમામ બંદરોને એલર્ટ મોડ પર રહેવા જણાવાયું છે. વાવાઝોડાને કારણે હવામાન ખરાબ રહેશે. વહીવટીતંત્રે માછીમારોને ઊંડા સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. વાવાઝોડાના ભયને જોતા ઉત્તર ગુજરાતના બંદરોને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
બંદરો પર ડિસ્ટન્ટ કેશનરી-1 સિગ્નલ સિસ્ટમ સક્રિય કરવા સૂચના
બિપોરજોય વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર ડિસ્ટન્ટ કેશનરી-1 સિગ્નલ સિસ્ટમ એક્ટિવેટ કરવા જણાવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયામાં ઊંડા દબાણની સ્થિતિ હોય ત્યારે બંદર પર ડીસી-1 સક્રિય થાય છે.