દિલ્હીમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચુંટણી થવા જઇ રહી છે. 250 સંસદીય સભ્યોની એક મહીનામાં ત્રીજી બેઠક છે. આ પહેલા 6 જાન્યુઆરી અને 26 જાન્યુઆરીના રોજ હંગામાને જોતા બેઠક સ્થગિત કરી હતી.
આ બેઠકમાં પ્રિસાઇડિંગ ઓફિસરએ જાહેરાત કરી કે, આ ચુંટણીમાં એલ્ડરમેન પણ મતદાન કરશે. સદનમાં બધા સભ્યોનું સ્વાગત કરૂ છું. દિલ્હી નગર નિગમમાં ચુંટાયેલા સભ્યોને શપથ ગ્રહણ માટે અભિનંદન. આજે મેયર, ડેપ્યુટી મેયર, અને સ્ટેન્ડિંગ કમિટીની ચુંટણી થશે. હું બધાને સદનની ગરિમા જાળવી રાખવાની વિનંતી કરૂ છું. મેયર- ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ત્રણે ચુંટણી એક સાથે કરવામાં આવશે.
- Advertisement -
આ નિર્ણય પર આમ આદમી પાર્ટીએ નારાજગી દર્શાવી છે. જેના પર આપના પ્રવક્તા સૌરભ ભારદ્રાજએ કહ્યું કે, ભાજપની અપ્રામાણિકતા સામે આવી ગઇ છે. બીજેપી સંવિધાનની સામે માનનીય સભ્યો પાસે વોટ કરાવી રહી છે. આ પહેલા છેલ્લી બે બેઠક હંગામાના કારણે સ્થગિત થઇ હતી. ચુંટણી સ્થગિત કરવાના વિરોધ પછી આ કેસ સુપ્રિમ કોર્ટ પહોંચી ગયો હતો. જો કે, કોર્ટએ સુનાવણી માટે મનાઇ ફરમાવી છે. ત્યાર પછી આપના મેયર કૈંડીડેટ શૈલી ઓબેરોયએ અરજી પાછી ખેંચી લીધી છે.
બેઠક પહેલા બીજેપી પોતાના સભ્યોને સામે લાવ્યા અને કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતા પ્રલોભન આપી રહ્યા છે. વોર્ડ 61ના સભ્યો ધર્મવીરએ જણાવ્યું કે, આપના સચિન શર્મા તેમની પાસે આવ્યા હતા. તેમણે દુર્ગશ પાઠક સાથે વાત કરી હતી. આ સિવાય વોર્ડ 163 સંગમ વિહારથી સભ્ય ચંદન સામે આવ્યો હતો. તેમણે કહ્યું કે, તેમણે 2 કરોડની ઓફર કરી છે. તેમના ના પાડવા પર 4 કરોડ ઓફર કર્યો હતો. કૃષ્ણા નગરથી બીજેપી સભ્ય સંદીપ કપૂરએ આરોપ લગાવ્યો કે, 31 જાન્યુઆરીના આપના નેતા રમેશ પંડિતના કોલ પણ આવ્યા હતા કે, આપ પાર્ટીને જોઇન કરી લો.
આપના ધારાસભ્ય અને પ્રવક્તા આતિષીએ બીજેપી પર અલગ-અલગ રાજ્યોમાં ઓપરેશન લોટસ હેઠળ સરકાર બનાવવાનો આરોપ લગાવ્યો છે. બીજેપીના પ્રિસાઇડિંગ ઓફિસરએ વારંવાર ચુંટણીને પાછળ ઠેલવી રહ્યા છે. કારણકે બીજેપી અત્યાર સુધીમાં આપના કોઇપણ સભ્યને ખરીદી શક્યા નથી. તેઓ આપ પર બીજેપીના સભ્યોને ખરીદવાના ખોટા આરોપો લગાવી રહ્યા છે. બીજેપીએ લોકોની માંગણીને માન્ય રાખીને મેયર બનવા દેવા જોઇએ.
- Advertisement -
ડીએમસી અધિનિયમ 1957 હેઠળ મેયર અને ડેપ્યુટી મેયરની ચુંટણી મુખ્ય ચુંટણી પછી પહેલા સદનમાં થાય છે. પરંતુ નગર નિગમ ચુંટણી બે મહીનાથી થઇ ચુકી છે અને દિલ્હીને પણ મેયર મળવાના બાકી છે. આ પહેલા 6 જાન્યુઆરી અને 24 જાન્યુઆરીના બે સત્ર થયા, જેમાં હંગામો થતાં તેને સ્થગિત કરવામાં આવ્યા.