ગઈકાલ કરતા 24 કલાકમાં 130 ટકા વધુ કેસ નોંધાતા ચિંતા વધી, અમદાવાદમાં 63, રાજકોટ – સુરતમાં 13 નવા દર્દી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 119 કેસો નોંધાયા અને 20 દર્દીઓ સાજા થયા. ગઈકાલ કરતા 24 કલાકમાં 130 ટકા વધુ કેસ નોંધાતા સરકારની ચિંતા વધી છે.
- Advertisement -
છેલ્લા 24 કલાકમાં જિલ્લા મુજબ કોરોના કેસ જોઈએ તો, અમદાવાદમાં 63, રાજકોટ – સુરતમાં 13, મહેસાણામાં 9, વડોદરા – અમરેલી 4, ભાવનગર 3, આણંદ – ભરૂચ – ગાંધીનગર – સાબરકાંઠા 2, નવસારી – પોરબંદર 1 કેસ નોંધાયો છે.
રાજયમાં 4 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે, જયારે 431 દર્દીઓ સ્ટેબલ છે, રાજયનો કુલ મૃત્યુઆંક ૧૧૦૪૭ તથા કુલ પોઝીટીવ કેસનો આંક 1,278,283 ઉપર પહોંચ્યો છે. આજે 897 લોકોએ કોરોનાની વેક્સિન મુકાવી છે.