લાંબા સમય સુધી શાંતિ અલ-કાઈદા મજબૂત બની રહ્યું છે: પુર્વીય અફઘાનના ISISના અલગ પડેલા સંગઠન ISIL-K ગ્રુપનો સહયોગ: મ્યાનમાર તથા બાંગ્લાદેશ પણ ટાર્ગેટ પર
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દુર કરીને આ રાજયને હવે ભારતનો પુર્ણ રાજયોનો દરજજો આપવા માટે વિધાનસભા ચૂંટણીઓ સહિતની તૈયારી છે તે સમયે જ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક રિપોર્ટમાં ઓસામાબિન લાદેનના સંગઠન અલ-કાઈદા અને પુર્વીય અફઘાની ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએલકે એ હાથ મિલાવીને ભારતમાં જમ્મુ-કાશ્મીર ઉપરાંત મ્યાનમાર તથા બાંગ્લાદેશ સુધી પહોચવાની ખતરનાક યોજના તૈયાર કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
- Advertisement -
ઓસામાના મોત બાદ શાંત રહેલા અલ-કાઈદા સંગઠને ફરી તેની લડાયક ક્ષમતા મેળવી છે અને તે અફઘાનીસ્તાનમાં તેના ‘ઈલાકા’માં પ્રભાવી છે. જો કે આ દેશની તાલીબાન સરકાર હવે હિંસક માર્ગ છોડીને અફઘાનને એક પૂર્ણ ઈસ્લામીક અને શરીયતના કાનૂન મુજબ ચાલતુ રાજય બનાવવા માંગે છે પણ આ દેશમાં અનેક ત્રાસવાદી સંગઠનોના અડ્ડાઓ છે.
જેમાં અલ કાઈદાના 30-50 ખુંખાર લડવૈયા અને તેના કુટુંબીજનો સહિત 2000નું એક મજબૂત જૂથ હજું પણ હાજરી ધરાવે છે તો ભારતીય ઉપખંડમાં હવે તાલીબાન વિરોધી ત્રાસવાદી જૂથો સાથે હાથ મિલાવીને ઉપખંડમાં હાજરી વધારવા માંગે છે. આ માટે તેને પુર્વીય અફઘાનને એક સમયે મજબૂત ગણાતા આઈએસઆઈએસના અલગ પડેલા જૂથ ઈસ્લામીક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવેંટ (ખુરાસન) જે આઈએસઆઈએલકે તરીકે ઓળખાય છે તેનો સાથ મળી રહ્યો છે.
તે તાલીબાન ઠેકાણાઓ પર હુમલા કરે છે. ખાસ કરીને કાબુલ સહિતના ક્ષેત્રોને નિશાન બનાવે છે અને તેની ઓપરેશન ક્ષમતા ખૂબ જ આધુનિક છે અને સંદેશાવ્યવહાર ટ્રાન્સપોર્ટ સહિતની પ્રણાલી પણ તેણે હસ્તગત કરી છે અને હવે અલ-કાઈદાનો સાથ મળતા તે ભારતમાં જમ્મુ-કાશ્મીર અને મ્યાનમારમાં જે રીતે વંશિય હિંસા છે અને બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર સામે વિરોધ વધી રહ્યો છે તેનો લાભ ઉઠાવવા માંગે છે તેના 4000 થી 6000 સભ્યો અને તેનો સાથી સંગઠન શાહાબ અલ મુહાજીર તમામ ભારતીય ઉપખંડમાં તેનો પ્રભાવ વધારવા માંગે છે.
- Advertisement -
રાષ્ટ્રસંઘના રિપોર્ટમાં જણાવાયું છે અલ કાઈદા જમ્મુ-કાશ્મીર અને પાક કબજાના કાશ્મીરને પોતાનું નવું અફઘાનીસ્તાન બનાવવા માંગે છે જ. ત્રાસવાદી સંગઠનો માટે એક સલામત સ્થળ બની શકે. જો કે અલકાઈદાએ હાલ શાંતિ જાળવીને તાલીબાન તેની ધરતી પર ત્રાસવાદી સંગઠનોને ‘પનાહ’ આપતુ નથી તેવું ચિત્ર બનાવે છે પણ તેમની અફઘાન બહારની પ્રવૃતિઓ તાલીબાનોને કોઈ વિરોધ નથી અને ભવિષ્યમાં તે તાલીબાનને પણ પડકારી શકે છે.