અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મ બડે મિયાં છોટે મિયાંને લઇને નવી અપડેટ સામે આવી છે. અહેવાલ છે કે ફિલ્મમાં માનુષી છિલ્લરને લીડ તરીકે ફાઈનલ કરવામાં આવી છે.
પ્રશંસકોને છે દમદાર એક્શનની આશા
- Advertisement -
થોડા સમય પહેલા નિર્માતાઓએ બડે મિયાં છોટે મિયાંની જાહેરાત કરી હતી ત્યારથી ફિલ્મને લઇને લોકો જાણવા માટે આતુર છે. જો કે, અક્ષય અને ટાઈગરને ફાઈનલ કરી દીધા હતા. પરંતુ ફિલ્મની લીડ અભિનેત્રીનુ નામ હજી સુધી સત્તાવાર જાહેર કરાયું નથી. ખેલાડી કુમાર અને ટાઈગર શ્રોફ બંને બોલીવુડમાં દમદાર એક્શન માટે ઓળખાય છે. એવામાં ફિલ્મની જાહેરાત બાદ પ્રશંસકો આ એક્શન કોમેડી માટે વધુ ઉત્સુક છે.
View this post on Instagram- Advertisement -
ફિલ્મમાં હશે ત્રણ મુખ્ય હીરોઈનો
થોડા દિવસો પહેલા અહેવાલ હતા કે ફિલ્મમાં જ્હાનવી કપૂરને હીરોઈન તરીકે કાસ્ટ કરવામાં આવી છે. પિન્કવિલાની રિપોર્ટસ મુજબ માનુષી છિલ્લરને ફિલ્મ માટે ફાઈનલ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં કુલ ત્રણ ફીમેલ લીડ્સ દેખાશે. અહેવાલ મુજબ, માનુષી તેમાંથી એક છે. ટૂંક સમયમાં ફિલ્મનુ શૂટિંગ શરૂ થઇ જશે. ત્યારબાદ ધીરે-ધીરે ફિલ્મના બાકી કાસ્ટ અંગે પણ ખબર પડશે.
View this post on Instagram
ફરી એક વખત સાથે દેખાઈ શકે છે અક્ષય અને માનુષી
પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકેલી માનુષી છિલ્લરે તેની કારકિર્દીની શરૂઆત અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજથી કરી હતી. એવામાં આ માનુષીની બીજી ફિલ્મ હશે. આ ફિલ્મને 15 જાન્યુઆરીથી શરૂ થવાની આશા સેવાઈ રહી છે. પ્રી-પ્રોડક્શનનુ કામ ઝડપથી ચાલી રહ્યું છે. ડાયરેક્ટર અલી અબ્બાસ જફર શૂટીંગ માટે ભારત આવી ગયા છે.