ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા પૂજન અર્ચન કરાયું હતું.
અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કલશ ની પધરામણી ઉપલા દાતાર ખાતે કરાય હતી બિનસાંપ્રદાયિક આ ધાર્મિક જગ્યામાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ધર્મના લોકો દાતાર બાપુને માને છે. તેવી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં અયોઘ્યાથી આવેલા અક્ષત કળશ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર અંતર્ગત કરવામાં આવી હતી દાતાર બાપુના મહંત શ્રી ભીમ બાપુના હસ્તે કળશનું પૂજન અર્ચન અને ભવ્ય સ્વાગત સાથે મહા આરતી કરવામાં આવી હતી આવેલ ભાવિકગણે પણ પૂજન અર્ચનનો લાભ લીધેલ હતો.
આગામી તા.22ના રોજ ઉપલા દાતાર ખાતે અયોધ્યામા શ્રીરામ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પણ ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વિહિપના સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના, સહ સેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા, મીનાબેન તન્ના દાતારના સેવક અને પૂર્વે મેયર જ્યોતિબેન વાછાણી તેમજ વિહિપ અને બજરંગ દળના કાર્યકર્તા જોડાયા હતા.
ઉપલા દાતારમાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું પૂજન અર્ચન કરાયું



