કાલાવાડ રોડ પરના શાશ્ર્વત પાર્ટી પ્લોટ ખાતે રઘુવંશી સમાજ માટે રાસોત્સવ
સિનિયર-જૂનિયર અને કિડ્સ વિજેતાઓને લાખેણા ઇનામોથી નવાજાશે
- Advertisement -
લોકપ્રિય ખ્યાતનામ સિંગર અને સાંજીદા-વાંજીદાના સંગાથે ગરબાની રમઝટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માં આદ્યશક્તિની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે પણ રઘુવંશી સમાજ માટે ભવ્ય રાસોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ પરિવારીક માહોલ અને સલામતી સુરક્ષાના સજજડ આયોજન ઉપરાંત ખ્યાતનામ ઓર્કેસ્ટ્રા, જાણીતા ગાયકવૃંદ અને રોશનીના ઝળહળાટ વચ્ચે યોજાનાર આ રાસોત્સવના સીઝન પાસનું બુકિંગ પૂર્ણતા થવાના આરે છે. મર્યાદિત સંખ્યામાં જ ખેલૈયાઓ રમાડવાના હોવાથી રઘુવંશી ખેલૈયાઓએ વહેલા તે પહેલાના ધોરણે સીઝન પાસ બૂક કરાવી લેવા વિનંતી. અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ દ્વારા આયોજિત રાસોત્સવ-2025 માં દરરોજ સીનીયર-જૂનિયર અને કિડ્સ પ્રિન્સ- પ્રીન્સેસ ને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે. કાલાવાડ રોડ પર શાશ્વત પાર્ટી પ્લોટ ખાતે વિશાળ લીલુછમ ગ્રાઉન્ડમાં લોકપ્રિય ખ્યાતનામ સિંગર અજય ગઢવી, વિજય બારોટ, રૂપાલી જાંબુચા, નિહાલ પિત્રોડા, તથા એન્કર ચાર્મી ગઢેચા તથા 1.25 લાખ વોટની સુપ્રસિદ્ધ ગણેશ સાઉન્ડની સાઉન્ડ સિસ્ટમ સાથે આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા આશિષ કોટેચા તથા કવિતા કોટેચાનું શુભઈવેન્ટ્સના સાંજીદા-વાંજીદાઓના સંગાથે ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓને થનગનાટ કરાવશે. નવ નોરતા દરમ્યાન દરરોજ પ્રિન્સ-પ્રીન્સેસ વિજેતાઓને ઇનામો આપવામાં આવશે.
ઉપરાંત વેલડ્રેસ અને સરપ્રાઈઝ ગિફ્ટથી પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. પાસ બુક કરવવા તથા મેળવવા માટે સદગુરુ વંદનાધામ 5-આફ્રિકા કોલોની રૈયા ટેલીફોન એક્સ્ચેન્જ પાસે 150 ફૂટ રીંગ રાજકોટ ખાતે તેમજ મોબાઇલ નંબર 98244 00030 પર સંપર્ક કરવો.



