આકાશ અંબાણીને ટાઇમ 100 નેક્સ્ટ લિસ્ટ 2022માં સ્થાન મળ્યું
22 વર્ષની ઉંમરે જિયોના બોર્ડમાં સ્થાન મેળવ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ટાઇમ મેગેઝિને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર અને રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીને ટાઇમ100 નેક્સ્ટ લિસ્ટ 2022માં સ્થાન આપ્યું છે. તેમને લીડર્સ કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા છે.
આકાશ અંબાણી વિશે ટાઈમ મેગેઝીન કહે છે કે તે બિઝનેસ વધારવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તેમણે ૠજ્ઞજ્ઞલહય અને ઋફભયબજ્ઞજ્ઞસ સાથે અબજો ડોલરના રોકાણના સોદા પૂરા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ યાદીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય છે
રિલાયન્સ જિયોને સંભાળવાની જવાબદારી હવે નવા ચેરમેન આકાશ અંબાણીના ખભા પર
આ વર્ષે ટાઈમ 100 નેક્સ્ટ લિસ્ટમાં સામેલ થનાર આકાશ અંબાણી એકમાત્ર ભારતીય છે. દેશના સૌથી મોટા કોર્પોરેટ હાઉસની નવી પેઢીના લીડર આકાશ અંબાણી વિશે ટાઈમ મેગેઝિન કહે છે કે માત્ર 22 વર્ષની ઉંમરે જિયોના બોર્ડમાં સ્થાન મેળવ્યું જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે જૂનમાં આકાશ અંબાણીને ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોની કમાન સોંપવામાં આવી છે. 42 કરોડ 60 લાખ ગ્રાહકો ધરાવતા રિલાયન્સ જિયોને સંભાળવાની જવાબદારી હવે નવા ચેરમેન આકાશ અંબાણીના ખભા પર છે.