ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં બળવો કર્યા પછી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર પહેલીવાર મંગળવારે (18 જુલાઈ)ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળવાના છે. અજિત પવારે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેઓ પીએમ મોદી સાથેની તેમની મુલાકાત દરમિયાન તેઓ મહારાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવશે. અજિત પવારને શુક્રવારે(15 જુલાઈ)ના રોજ નાણા અને આયોજન વિભાગ આપવામાં આવ્યો છે. તેઓ અને અન્ય ગઈઙ ધારાસભ્યો આ વિભાગની ફાળવણીથી ખુશ જણાઈ રહ્યા છે. અજિત પવાર સહિત નવ ધારાસભ્યો 2 જુલાઈના રોજ એકનાથ શિંદેની સરકારમાં જોડાયા હતા.
અજિત પવારે કહ્યું હતું કે, હું 18 જુલાઈએ પીએમ મોદીને મળીશ. બેઠક દરમિયાન હું તેમની સાથે ખેડૂતોને લગતા વિવિધ મુદ્દાઓ ઉઠાવીશ. અજિત પવાર જૂથના નેતા પ્રફુલ પટેલ અને હું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની બેઠકમાં હાજરી આપીશું. અજિત પવારે રાજયમાં બાકી રહેલી ચૂંટણીઓ વિશે પૂછવામાં આવતાં તેઓએ કહ્યું હતું કે અન્ય પછાત વર્ગ (ઓબીસી) આરક્ષણ સહિત ચારથી પાંચ મુદ્દાઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
- Advertisement -
મહારાષ્ટ્ર ચૂંટણી પંચે વોટિંગ લિસ્ટ તૈયાર કરવાના આદેશ જારી કર્યા છે. એનસીપીના નામ અને ચિન્હ અંગે પૂછવામાં આવતા પવારે કહ્યું હતું કે, ‘અમે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકારમાં છીએ. કોઈની વિધાનમંડળની સદસ્યતા સામે મુશ્કેલી આવશે નહીં.’ સાથે અજિત પવારને નાસિકમાં તેમના સ્વાગત માટે લગાવવામાં આવેલા પોસ્ટરોમાંથી એનસીપીના સ્થાપક શરદ પવારની તસવીરો ગાયબ કેમ હતી તે વિશે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, ‘પવાર સાહેબ અમારી પ્રેરણા છે, અમારા આદર્શ છે. તેની તસવીર મારી કેબિનમાં છે.’