દિલ્હીના રાજકારણમાં અજિત પવારની પ્રથમવાર એન્ટ્રી થશે
ખાસ-ખબર સંવાદદાતા
સત્તાધારી પક્ષ અને વિપક્ષી દળો લોકસભાની ચૂંટણીઓમાં લાગી ગઈ છે. તો મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ઘણા સમયથી ભડકો જોવા મળી રહ્યો છે, ત્યારે આ ચહલપહલ વચ્ચે 18 જુલાઈએ ભાજપની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ બેઠકનું મહત્વ એટલા માટે છે કે, કેટલાક નવા પક્ષો તેમજ કેટલાક જૂના વિખૂટા પડી ગયેલા પક્ષોને ફરી ગઉઅમાં સામેલ કરવા પર મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે, ત્યારે આ બેઠકમાં ગઉઅના બળવાખોર નેતા અને મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને પ્રફુલ્લ પટેલ પણ સામેલ થશે તેવા અહેવાલો મળી રહ્યા છે. આ સાથે જ દિલ્હીના રાજકારણમાં અજિત પવારની પ્રથમવાર એન્ટ્રી થશે.18મી જુલાઈએ ગઉઅની મોટી બેઠક યોજાવા જઈ રહી છે.