PFIના 106 નેતા અને સભ્ય સકંજામાં: વિદેશથી આવતા કરોડો રૂપિયાનો ભાંડો ફૂટ્યો
10 રાજયોની આતંકવાદ વિરોધી ટુકડી, 200 અધિકારીઓની ટીમની 15થી વધુ રાજયોમાં 150થી વધુ સ્થળે રેડ
- Advertisement -
PFI સંગઠનને દુનિયાભરથી અંદાજે 200 કરોડ રૂપિયા કરતા પણ વધારે ફંડ મળ્યાની આશંકા
ખાસ-ખબર સંવાદદાતા
દેશની સુરક્ષા માટે સતત જાગૃત અને અગાઉ, સર્જીકલ સ્ટ્રાઇક, એરસ્ટ્રાઇક, નકસલવાદીઓ સામેની કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરના ત્રાસવાદીઓ સામેના વિવિધ ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડનાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે દેશભરમાં ફેલાયેલી ઙઋઈંની ખતરનાક જાળને ભેદીને વધુ એક વખત કામયાબી હાંસલ કરી છે. દેશના ગૃહમંત્રી અમીત શાહની સીધી જ દેખરેખમાં અજીત ડોભાલે દેશભરના ચુનંદા ઓફીસરોને સાથે રાખી પાડેલી સફળ રેડની ભીતરી કથા જોઇએ તો…
દેશભરમાં ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના મામલે પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ મિશન અંતર્ગત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાનાં દેશભરમાં આવેલા ઘણા સ્થાનો પર છાપા માર્યા અને 106 લોકોને અરેસ્ટ પણ કર્યા હતા. ગઈંઅએ આટલી મોટી કાર્યવાહી આ સંગઠનનાં આતંકીઓથી કનેક્શનની શંકાને કારણે કરી. સંગઠનને દુનિયાભરથી 200 કરોડ રૂપિયા કરતા પણ વધારે ફંડ મળ્યાનું જાણવા મળે છે. આ મિશનને પાર પાડવા માટે ડી-ડે પર, નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (ગઈંઅ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ઓછામાં ઓછા 10 રાજ્ય પોલીસની આતંકવાદ વિરોધી ટુકડીઓના 200થી વધુ અધિકારીઓએ ઙઋઈં આતંકવાદી લિંક્સ પર મેગા ક્રેકડાઉન શરૂ કર્યું હતું. દેશના 15થી વધુ રાજ્યોમાં 150 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને 106 ઙઋઈં નેતાઓ અને સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડા મંજેરી, મલ્લપુરમ જેવા વિસ્તારોમાં તેમજ કેરળમાં આ દરોડા મોટા પાયે પાડવામાં આવ્યા હતા. ગઈંઅને ઙઋઈં સાથે સંકળાયેલા લોકોની શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળી હતી. આ આખા મિશનનું પ્લાનિંગ ગૃહમંત્રી અમિતશાહના નિર્દેશ પર
આ પીએફઆઈ (PFI) શું છે?
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ની રચના 22 નવેમ્બર 2006ના રોજ ત્રણ મુસ્લિમ સંગઠનોના એકીકરણ દ્વારા કરવામાં આવી હતી. તેમાં કેરળનો નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ, કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને તમિલનાડુની માનીતા નીતિ પાસરાઈનો સમાવેશ થાય છે. ઙઋઈં પોતાને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તરીકે વર્ણવે છે. જો કે સંસ્થા ઙઋઈંમાં સભ્યોની સંખ્યા વિશે માહિતી આપતી નથી. જો કે, તે દાવો કરે છે કે તેના 20 રાજ્યોમાં એકમો છે. શરૂઆતમાં, ઙઋઈંનું મુખ્યાલય કેરળના કોઝિકોડમાં હતું, પરંતુ પછીથી તેને દિલ્હી ખસેડવામાં આવ્યું. ઘખઅ સલામ તેના પ્રમુખ છે અને ઊખ અબ્દુલ રહીમાન આ સંસ્થાના ઉપપ્રમુખ છે.
- Advertisement -
ગૃહમંત્રી અમીત શાહની સીધી જ દેખરેખમાં ડોભાલે ચુનંદા ઓફીસરોને સાથે રાખી પાડેલી સફળ રેડ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કામગીરી પાર પાડી. આ મિશન માટે તેમણે પહેલેથી જ ફુલપ્રુફ પ્લાનિંગ કર્યું હતું. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એનએસએ, એનઆઈએના મહાનિર્દેશક, ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને માહિતી એકત્ર કરવા અને ડોઝિયર તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. હત્યા અને ખંડણીના કેસમાં પીએફઆઈ કેડરની સંડોવણી સંબંધિત તમામ વિગતો લખવા એજન્સીઓને સૂચના આપવામાં આવી હતી. ગઈંઅને કેસોની તપાસ કરવા અને સમગ્ર દેશમાં કેડરને પકડવા માટે છટકું તૈયાર કરવા કહેવામાં આવ્યું હતું. તાજેતરમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પીએફઆઈ સાથે સંબંધિત ઘણા કેસ પણ એનઆઈએને સોંપવામાં આવ્યા હતા, જેની અગાઉ રાજ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.
અજિત ડોભાલે એરક્રાફ્ટ કેરિયર કમિશનિંગ માટે કોચીની તેમની મુલાકાત દરમિયાન ઙઋઈં ઓપરેટિવ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા કેરળના પોલીસ અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી હતી. કેરળથી, ગજઅ મુંબઈ ગયા, ત્યાં પણ સુરક્ષા અધિકારીઓ સાથે બેઠકો કરી હતી. ઙઋઈં આતંકવાદી ઓપરેટિવ્સને ઝડપી લેવા અને પૂછપરછ માટે તેમને અલગ-અલગ સ્થળોએ લાવવા માટે વિમાન પણ સમયસર તૈયાર રાખવામાં આવ્યા હતા. દેશના કેરલ, તમિલનાડુ અને યુપી સહિતના 10 રાજ્યોમાં ગઈંઅ અને ઊઉની ટીમોએ ઙઋઈંના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા અને તેમના 100થી વધુ કેડરોની ધરપકડ કરી હતી.
આ ધરપકડ બાદ પુછતાછ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં પીએમ મોદીની 12 જુલાઈનાં રોજ પટના યાત્રા દરમિયાન માહોલ ખરાબ કરવાની યોજના અંતર્ગત અમુક સદસ્યને માહોલ બગાડવાની ટ્રેનીંગ પણ આપી હતી. જોકે, આ કાર્યને તેઓ અંજામ આપી શક્યા ન હતા. ઙઋઈં દેશમાં આતંક ફેલાવવા માંગે છે. તે દેશનાં સદભાવ સામે અપરાધિક ષડયંત્ર રચી રહ્યા છે. તેઓ ધાર્મિક દંગાઓ ભડકાવવાની કોશિશમાં લાગ્યા છે. સાથે જ એક ટેરર ગ્રુપને તૈયાર કરવાની ટ્રેનીંગ, હથિયાર અને ગોળા બારૂદ એકત્ર કરવામાં લાગ્યા છે, જેથી દેશનાં મહત્વપૂર્ણ સ્થાનો અને પ્રતિષ્ઠિત લોકોને ટાર્ગેટ કરી શકે. આવી ભયાનક વિગતો સામે આવી હતી.
ઙઋઈંને સંકજામાં લેવા જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા અથવા ઉરી સર્જિકલ સ્ટ્રાઈક પહેલાં કરવામાં આવી હતી. તે જ સ્તરની ગુપ્તતા સાથે સુરક્ષા એજન્સીઓ સાથેની બેઠકો કરવામાં આવી હતી. ઈસ્લામિક નેતાઓ સાથે પરામર્શ કરીને ત્રણથી ચાર મહિના અગાઉથી ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 સપ્ટેમ્બરે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોચીમાં ઈંગજ વિક્રાંતનું કમિશનિંગ કરી રહ્યા હતા, ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની આગેવાની હેઠળની તેમની સુરક્ષા ટીમ કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (ઙઋઈં)ના સમગ્ર નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાની યોજના ઘડી રહી હતી.
શા માટે ચાલી રહ્યું છે આ મેગા સર્ચ ઓપરેશન?
આ સંગઠન સાથે જોડાયેલી કેટલાક કટ્ટર અસામાજિક તત્ત્વો દ્વારા દેશમાં કોમવાદને ઉશ્કેરવાની અનેક ઘટનાના તાર આ સંગઠન સાથે જોડાયેલાં છે. તેમાં ખાસ કરી દક્ષિણ ભારત કેરળમાં આ ગતિવિધિઓ વધારે થઇ રહ્યી હતી. સાથે જ એજન્સીઓ પાસે ઇનપુટ્સ હતા કે પટનાના ફૂલવારી શરીફમાં ગઝવા-એ-હિંદની સ્થાપના કરવાનું કાવતરું રચાઇ રહ્યું હતું, જેને ડામવા ગઈંઅએ દેશવ્યાપી દરોડા પાડ્યા હતા. તેલંગાણાના નિઝામાબાદમાં ઙઋઈં કરાટે ટ્રેનિંગના નામે હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપતી હતી. આ કેસમાં પણ ગઈંઅએ દરોડા પાડ્યા હતા. આ સિવાય કર્ણાટકના હિજાબ વિવાદ અને કર્ણાટકમાં જ પ્રવીણ નેત્રુની હત્યા હોય કે રાજસ્થાનમાં કનૈયાલાલ દરજીની ઘાતકી હત્યા હોય આ તમામ કાવતરાંમા પણ પીએફઆઈ કનેક્શન સામે આવ્યું હતું. એટલું જ નહીં ઙઋઈં સાથે જોડાયેલા લોકો પણ નાગરિકતા સંશોધન કાયદા (ઈઅઅ)ના વિરોધમાં સામેલ હોવાનું પણ બહાર આવ્યું હતું.
અબજોની લેવડ દેવડનો કોઈ હિસાબ નહીં
વર્ષ 2021ના ફેબ્રુઆરીમાં, યુપી પોલીસ ટાસ્ક ફોર્સે દાવો કર્યો હતો કે, ઙઋઈં ને અન્ય દેશોની ગુપ્તચર એજન્સીઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. જો કે, તેણે તે દેશોના નામ આપ્યા નથી. અગાઉ જાન્યુઆરી 2020માં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) એ પણ તપાસ પછી દાવો કર્યો હતો કે 4 ડિસેમ્બર 2019 થી 6 જાન્યુઆરી 2020 વચ્ચે ઙઋઈં સાથે જોડાયેલા 10 ખાતાઓમાં 1.04 કરોડ રૂપિયા આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન પીએફઆઈએ તેના ખાતામાંથી રૂ. 1.34 કરોડ ઉપાડી લીધા હતા. 6 જાન્યુઆરી પછી, ઈઅઅ વિરુદ્ધ વિરોધ ઉગ્ર બન્યો. ગત એક વર્ષમાં જ ઙઋઈંનાં અકાઉન્ટમાં 120 કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે. પૈસા મોકલનાર લોકોની પણ તપાસ ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, સંગઠન પાસે અકાઉન્ટમાં આવેલા 120 કરોડથી બમણા પૈસા તો રોકડમાં ભેગા કરવામાં આવ્યા હતા. આ કરોડોની રકમ ન માત્ર ભારતનાં વિસ્તારોથી પણ વિદેશોથી પણ જમા કરવામાં આવી છે. સંગઠન પાસે આ પૈસાનો ઉપયોગ દેશ વિરોધી ગતિવિધિઓમાં કરવાના પુરાવા પણ છે.