ત્રંબામાં જનરલ સ્ટોર્સની આડમાં બે વર્ષથી ચાલતું હતું કૌભાંડ
નાના મોટા 67 સિલિન્ડર સહિત 1.46 લાખનો મુદામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલ ત્રંબા ખાતે જનરલ સ્ટોર્સની આડમાં ચાલતા ગેરકાયદે ગેસ રીફીલીંગના કૌભાંડનો આજી ડેમ પોલીસે પર્દાાશ કરી વેપારીની ધરપકડ કરી નાના મોટા ખાલી અને ભરેલા 67 ગેસ સીલીન્ડર સહીત 1.46 લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આજી ડેમ પીઆઈ એ બી જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલ દિવ્યરાજસિંહ જાડેજા અને ટીમે બાતમી આધારે ત્રંબા વડાળી રોડ ઉપર આવેલ દર્શન જનરલ સ્ટોર્સ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો.
વેપારીનું નામઠામ પૂછતાં પોતે મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પરસોતમભાઈ સવસાણી ઉ.52 હોવાનું જણાવતા પ્રથમ માળે ચેક કરતા ઇન્ડિયન કોમર્શીયલ, ઇન્ડિયન ઘરેલું, રિલાયંસ, સુપર, ભારત ગેસ, પ્યોર ગેસ, સિકંદર વગેરે નામ લખેલા જુદા જુદા કંપનીના નાના મોટા સીલીન્ડર મળી આવ્યા હતા જેમાં મોટર અને નળીઓ મારફ્તે મોટા સીલીન્ડરમાંથી નાના બાટલાઓ ભયજનક રીતે ભરી રીફીલીંગ કરવામાં આવતું હોય તેવું જાણવા મળ્યું હતું જેથી પોલીસે ગેસની ચોરી કરી ગ્રાહકો સાથે છેતરપીંડીઆચરતા વેપારી સામે ગુનો નોંધી ધરપકડ કરી નાના મોટા ખાલી અને ભરેલા 67 ગેસ સીલીન્ડર, 6000ની 3 રીફીલીંગ મોટર, એક વજન કાંટો, 500ની નોલ, જોઈન્ટર નળી સહીત 1.46 લાખનો મુદામાલ કબજે કરી પૂછતાછ કરતાં છેલ્લા બે વર્ષથી આ કૌભાંડ ચલાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.