આજી-1 ડેમની સપાટી 29 ફૂટની છે શનિવારે આજી-1 ડેમ 28.40 ફૂટ પર પહોંચ્યો હતો જ્યારે રવિવારે મેઘરાજાની મહેર થતા પૂર્ણ ભરાઈ ગયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

છેલ્લા 70 વર્ષમાં આજી-1 ડેમ 21મી વખત ઓવરફ્લો થયો છે. મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના એન્જિનિયર કિશોર દેથરિયાએ જણાવ્યું હતું કે, આજી-1 ડેમની કુલ સપાટી 29 ફૂટની છે અને શનિવારે આજી-1 ડેમ છલોછલ થવામાં બેથી ત્રણ ઇંચનું છેટું હતું જે રવિવારે પણ મેઘરાજાની સતત મહેરના કારણે પાણીની આવક થતાં પૂરો ભરાઈ ગયો છે, સામાન્ય ઓવરફ્લો થઈ રહ્યો છે.
- Advertisement -
હાલમાં આજી-1માં શહેરને ચાર મહિના ચાલે તેટલો જથ્થો જમા થઇ ગયો છે. હાલમાં શહેરની વધી ગયેલી વસતીના કારણે ચાર મહિના બાદ નર્મદાના નીર ઠાલવવા પડશે. આજીડેમમાં અત્યારે કુલ 917 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે. શહેરને દરરોજ 24 એમસીએફટી પાણીનું વિતરણ કરવામાં આવે છે.
આજીડેમમાંથી દરરોજ 8 એમસીએફટી પાણીનો ઉપાડ કરીને કુલ 6.50 લાખ લોકોને વિતરણ કરવામાં આવે છે. આજીડેમ રવિવારે ઓવરફ્લો થયો હોવાના સમાચાર સાંભળીને શહેરીજનો મોટી સંખ્યામાં ફરી એક વખત રચાયેલો અદભૂત નજારો જોવા ઉમટી
પડ્યા હતા.
છેલ્લા 70 વર્ષમાં આજી-1 ડેમ 21મી વખત ઓવરફ્લો થયો છે. મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના એન્જિનિયર કિશોર દેથરિયાએ જણાવ્યું હતું કે, આજી-1 ડેમની કુલ સપાટી 29 ફૂટની છે અને શનિવારે આજી-1 ડેમ છલોછલ થવામાં બેથી ત્રણ ઇંચનું છેટું હતું જે રવિવારે પણ મેઘરાજાની સતત મહેરના કારણે પાણીની આવક થતાં પૂરો ભરાઈ ગયો છે, સામાન્ય ઓવરફ્લો થઈ રહ્યો છે.
હાલમાં આજી-1માં શહેરને ચાર મહિના ચાલે તેટલો જથ્થો જમા થઇ ગયો છે. હાલમાં શહેરની વધી ગયેલી વસતીના કારણે ચાર મહિના બાદ નર્મદાના નીર ઠાલવવા પડશે. આજીડેમમાં અત્યારે કુલ 917 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે. શહેરને દરરોજ 24 એમસીએફટી પાણીનું વિતરણ કરવામાં આવે છે.
આજીડેમમાંથી દરરોજ 8 એમસીએફટી પાણીનો ઉપાડ કરીને કુલ 6.50 લાખ લોકોને વિતરણ કરવામાં આવે છે. આજીડેમ રવિવારે ઓવરફ્લો થયો હોવાના સમાચાર સાંભળીને શહેરીજનો મોટી સંખ્યામાં ફરી એક વખત રચાયેલો અદભૂત નજારો જોવા ઉમટી પડ્યા હતા.