કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઇ ગઇ છે. આ ફેસ્ટના રેડકાર્પટ પર ભારતીય હસીનાઓ પોતાનો જાદુ ચલાવી રહી છે.
- Advertisement -
એમાં પણ જેવી એશ્વર્યા રાયની એન્ટ્રી થઇ ત્યારે જાણે બધું જ થંભી ગયું હોય, એશ્વર્યાની સુંદરતા આગળ બધુ જ ફિક્કુ પડી ગયું.
એશ્વર્યા રેડ કાર્પેટમાં બ્લેક ફ્લાવર ગાઉનમાં જોવા મળી, પરંતુ આ ગાઉનને એક ફ્લાવર ટચ આપવામાં આવ્યો હતો, જે એક કમાલ હતો. એશ્વર્યા રાય બચ્ચનએ બ્લેક રફલ ફ્લાવર ગાઉનમાં પોતાની તરફ બધાના ધ્યાન આકર્ષિત કર્યા હતા.
- Advertisement -
એશ્વર્યાના લુકની વાત કરીએ તો. તેમણે ગાઉનમાં સીધા હાથ પર ઘણા રંગબેરંગી ફુલોની બાંય હતી. તેમજ ગાઉનની સાઇડમાં એક પૂરી કળીમાં ફુલ લાગેલા જોવા મળ્યા. એકટ્રેસએ ન્યૂડ મેકઅપ કર્યો હતો.
એકટ્રેસ જેવી કાર્પટ પર ઉતરી ત્યાં જ તે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ. તેમણે ફરીથી સાબિત કરી દીધું કે, તેઓ દુનિયાની સૌથી સુંદર મહિલા છે.