- હવાઇ હુમલામાં 936 નાગરિકો માર્યા ગયા અને 878 ઘાયલ થયા
પશ્ચિમી મ્યાંમારમાં સેનાના હવાઇ હુમલામાં કેટલાક બાળકો સહિત 25 રોહિંગ્યા મુસ્લિમ માર્યા ગયા. સ્થાનિક મીડિયાએ સમગ્ર ઘટનાની જાણકારી આપી. આ હુમલા પર સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર, સોમવાર મોડી રાત્રે આ હવાઇ હુમલામાં રખાઇન રાજ્યમાં મિનબ્યા ટાઉનશીપના ઉત્તરમાં આવેલા થાડા ગામને નિશાન બનાવ્યું હતું.
યૂએન પ્રમુખે ચિંતા વ્યક્ત કરી
- Advertisement -
આ સૈન્ય હુમલામાં ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા છે. સૈન્ય સરકારે અત્યાર સુધી આ હુમલામાં કોઇપણ પ્રતિક્રિયા આપી નથી. જયારે, સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્ટોનિયા ગુટેરસે આ હુમલા પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે મ્યાંમારની બગડતી પરિસ્થિતિ અને વધતા સંઘર્ષ પર ચિંતા વ્યક્ત કરી છે. ગુટરેસેના ઉપ પ્રવક્તાએ કહ્યું કે, યૂએન પ્રમુખે બધા પ્રકારની હિંસાની નિદા કરે છે અને તેમણે નાગરિકોની સુરક્ષા અને હિંસાને સમાપ્ત કરવા માટે પોતાના આહ્વાનને ફરીવાર રજુ કર્યું હતું.
ફેબ્રુઆરી 2021માં આંગ સાન સૂ કી પાસેથી સરકાર પડાવ્યા પછી મ્યાનમારની સેનાએ પોતાના શાસકની સામે વ્યાપક સશસ્ત્ર સંઘર્ષનો મુકાબલો કરવા માટે હવાઇ હુમલામાં તેજી લાવી રહી છે, આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સેનાએ 2021માં સરકાર બદલ્યા પછીથી 1,652 હવાઇ હુમલામાં 936 નાગરિકો માર્યા ગયા અને 878 ઘાયલ થયા છે. જ્યારે, આ હવાઇ હુમલામાં 137 ધાર્મિક ઇમારતો, 76 સ્કૂલો અને 28 હોસ્પિટલો પણ ક્ષતિગ્રસ્ત થઇ છે.